10 વર્ષની ઉંમરે 250 ઓડિશન આપી દીધા હાલમાં ધોરણ 6 અભ્યાસ કરે છે. બનાસકાંઠા જિલ્લાની એક નાનકડા ગામની અગિયાર વરસની ભવ્યા શિરોહી નામની દીકરીએ પોતાના કલા સ્વરુપે દેશના સીમાડા ઓળંગી દીધા છે. વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના અને હાલમાં અમદાવાદના નિકોલ ખાતે રહે છે આમ તો ભવ્યાનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે તેમને વારસામાં ભવાઈ મળેલી છે આ બાબતે ભવ્યાના પિતા કુમારપાળએ જણાવ્યું હતું કે, દાદા પરદાદાનો ધંધો વ્યવસાય ભવાઈનો હતો.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ પિતાને સરકારી નોકરી મળતાં આ બધું છોડી દીધું હતું ભવ્યાના પિતા એક પ્રાઇવેટ કંપનીના નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓની આર્થિક પરિસ્થિતિ મધ્યમવર્ગની છે પરંતુ કુમારપાળની દીકરી ભવ્યા હાલ ધો.6માં અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે એને બાળપણથી ડાન્સિંગ, મોડેલિંગ અને અભિનય કરવાનો શોખ હતો.ભવ્યાએ 4 વર્ષની ઉંમરે જ મોડલિંગની શરૂઆત કરી હતી પછી તેને ધીરે ધીરે ટીવીની એડમાં કામ મળવા લાગ્યું ત્યારબાદ ફિલ્મોમાં પણ કામ કરવાનો અવસર મળ્યો હતો.અત્યાર સુધી ભવ્યાએ 40 એડમાં તેમજ પાંચ ગુજરાતી ફિલ્મોમાં મોડલિંગ સોમો અદભુત પરફોમન્સ કરી ચુકી છે.
Read About Weather here
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ભવ્યા એક એપિસોડમાં જોવા મળી હતી. બોલિવૂડ અને ગુજરાતી જાણીતા કલાકારો સાથે પણ સિંગર તરીકે કામ કર્યું છે. ભવ્યા 10 વર્ષની ઉંમરે પ્રતિક ગાંધી જેવા સ્ટાર સાથે ત્રણ વખત કામ કરી ચૂકી છે અત્યાર સુધી 250 થી વધારે ઓડિશન આપી દીધા છે. હાલમાં આ દીકરીએ સિદ્ધિ હાસલ કરી ગા અને રાજ્યનું ગૌરવ વધારી રહી છે.ભવ્યાની સિદ્ધિ પાછળ ચોંકાવનારી વાત એવી છે કે કોઈ જ પ્રોફેશનલ ટ્યુશન ક્લાસિક રાખ્યા નહોતા ભવ્યાના પિતાએ ઓનલાઇન વીડિયો જોઈને દીકરી ભવ્યાને ટ્રેનિંગ આપી અને સરસ ઘડતર કર્યું.દીકરીના પિતાએ પોતાના વતનનું નામ દેશ-વિદેશમાં ગુંજતું રહે તે માટે દીકરી ભાવ્યાના પિતા કુમારપાળે દીકરીની અટક પાછળ ભાવ્યા સિરોહી રાખ્યું છે.ભવ્યાને કોઈ જગ્યાએ રિહર્સલ હોય કે શાળામાં એક્ટિંગ હોય, કોચ હોય કે પછી ગુરુ હોય, જે ગણો તે ભવ્યાના પિતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here