ચોરનો પગાર 1.50 લાખ … !

ચોરનો પગાર 1.50 લાખ ... !
ચોરનો પગાર 1.50 લાખ ... !

સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, વાપી, સેલવાસ, વલસાડ, ભરૂચ સહિત 8 જિલ્લામાં બાઇક ચોરી કરતો

Visit Saurashtra Kranti Homepage here

તેને પ્રેમ થતાં લગ્ન કરવા ચોટીલા આવ્યા બાદ ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. બાઇકની ચોર ચોરી કરીને વેચ્યા પછી બંને મિત્રો દારૂની મહેફિલ માણતા હતા અને પૈસા ખૂટે એટલે ફરીથી બાઇકની ચોરી કરતા.

ચોટીલામાં રહેતા 2 મિત્રે સુરેન્દ્રનગર સહિત રાજ્યના 8 જિલ્લામાં બાઇકની ચોરી કરી હતી. 3 આરોપી પાસેથી ચોરેલી 7.60 લાખની કિંમતની કુલ 40 બાઇક મળી હતી. મુખ્ય સૂત્રધાર અને મૂળ ચોટીલાનો વતની સિરાજ અમેરિકામાં રહીને ડ્રાઇવિંગનું કામ કરી મહિને રૂ.1.50 લાખનો પગાર મેળવતો.

એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીએ જુદી જુદી ટીમો બનાવીને સ્ટાફને ખાસ વોચ રાખવા માટે તાકીદ કરી હતી, જેમાં અજયસિંહ ઝાલાને મળેલી હકીકતને આધારે સ્ટાફના એન.ડી.ચૂડાસમા, નિકુલસિંહ, ભૂપેન્દ્રભાઇ, વાજસુરભા, જુવાનસિંહ,

ઋતુરાજસિંહ સહિતની ટીમે વોચ ગોઠવી રાજકોટ-અમદાવાદ હાઇવે પર વણકી ગામના બોર્ડ પાસેથી સિરાજ, રાજુને ચોરીની બાઇક સાથે પકડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ બાઇકચોરીના કારસ્તાની વિગતો જણાવી હતી.

સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા 2018માં ચોટીલા, ગઢડામાં જાલી નોટોનું કાંડ કર્યું હતું. 3 વર્ષ પહેલા વિઠ્ઠલાપુર અને ચોટીલામાં 11 બાઇક ચોરીમાં પકડાયો હતો. રાજુ મોહનભાઈ ગીલાણી 3 વર્ષ પહેલા વિઠ્ઠલાપર અને લીંબડીમાં કુલ 4 બાઇક ચોરીમાં પકડાયો હતો.

સાયલાના ધારાડુંગરી ખાતે રામસીંગની વાડીએ છુપાવેલા બાઇક સાથે ત્રણેયને પકડી લીધા હતા. સુરેન્દ્રનગરમાંથી દોઢ વર્ષમાં 5 બાઇકની સાથે વાપી, વલસાડ, રાજકોટ, સેલવાસ, ભરૂચ, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લામાં બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

બાઈક વેચવા ગ્રાહકોને કહેતા આ કંપનીમાંથી છૂટેલા જૂના બાઇક છે. થોડા દિવસોમાં આરસી બુક આવશે.

સિરાજ અને રાજુ બંને મિત્ર બાઇકની ચોરી કરીને આવ્યા બાદ તે બાઇક વેચવા માટે ધારાડુંગરીના રામસીંગને આપતા હતા. જો નવું બાઇક હોય તો રૂ.10 હજાર અને જૂનું બાઇક હોય તો રૂ.8 હજાર લઇ બાઇક વેચી દેતા.

ધારાડુંગરીનો રામસિંગ પોતાનો રૂ.3થી 4 હજાર નફો ચડાવીને બાઇક વેચી દેતો હતો.

ગામડાઓમાં બાઇકના કાગળોનું ચેકિંગ ભાગ્યે જ થતું હોય છે. સાયલા અને ચોટીલાના અંતરિયાળ ગામડાંના લોકો તો પોતાના ગામ કે આજુબાજુમાં જ બાઇક લઇને ફરતા હોય છે, આથી તે ગામડાંમાં જ બાઇક વેચતો હતો.

બંને મિત્રો ચોરી કરવા કયા શહેરમાં ત્રાટકવાનું છે તેનો પ્લાન 1 દિવસ અગાઉ બનાવી ચોટીલાથી બસમાં બેસતા. સ્ટેશન કે હોસ્પિટલ નજીકના વિસ્તારમાં ચોરી કરતા. રસ્તામાં નંબર પ્લેટ કાઢીને સીધા ધારાડુંગરી પહોચી જતા અને રામસીંગને બાઇક વેચવા માટે આપી દેતા

બંને શખસ જાહેર રસ્તાઓ ઉપર પડેલી બાઇકમાંથી કયા બાઇકનું હેન્ડલ લોક કરેલું નથી એ જોતાં, પછી કઈ બાઇકને ઉઠાવવી છે એ નકકી કરીને પોતાની પાસે રહેલી માસ્ટર કીથી એને ચાલુ કરી લઇને રવાના થઇ જતા.

બોલીવુડની એક જમાનાની જાણીતી હિરોઇન ડિમ્પલ કાપડિયાનું મૂળ વતન ચોટીલા છે. બોલિવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરનાર ડિમ્પલ કાપડિયા વર્ષોથી મુંબઇમાં જ રહે છે.

બાઇકચોરીમાં પકડાયેલો સિરાજ ઉર્ફે ચિન્ટુએ પોલીસની પૂછપરછમાં એવી વિગતો જણાવી હતી કે જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ મારા ફૂઇનાં દીકરી છે.

Read About Weather here

જોકે પોલીસને આ કેસમાં ડિમ્પલની કોઇ વિગતોની જરૂર ન હોઈ, એ બાબતનો ઉલ્લેખ કર્યો ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here