કોળી શકિત યુવક મંડળ જય વેલનાથ, જય માંધાતા સમાજના સંયુકત ઉપક્રમે
રાજકોટ: ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે પધારેલા દેવાંગ કુંકાવા, કલ્પેશ બાવરીયા, મનજીભાઈ હકાભાઈ સોરાણી અને રમેશભાઈ મકવાણાએ આગામી તા.13મીએ ચોટીલા ખાતે યોજાનાર કોળી સમાજનો જીવનસાથી પસંદગી મેળાની માહિતી આપી હતી.
13મીએ તળપદા કોળી પટેલ ધર્મશાળા ખાતે કરાયું આયોજન: 57 માં વેવિશાળ પરિચય સમારંભમાં દીકરીઓ માટે વિનામૂલ્યે નામ નોંધાવી શકાશે
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજયભરમાં રહેતા ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, દિવેચા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજયુકેશન ફેમિલીના યુવક-યુવતીઓ માટે કોળી શકિત્ત યુવક મંડળ તથા જય વેલનાથ જય માંધાતા સમાજ ના સંયુકત ઉપક્રમે ચોટીલા ખાતે જીવનસાથી પસંદગી મેળાનું આગામી તા.13 ને રવિવારે સવારે 9 કલાકે થી 1 વાગ્યા સુધી તળપદા કોળી પટેલ ધર્મશાળા, ચામુંડા રોડ, ચોટીલા મુકામે શાહી-જાજરમાન આયોજન યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સુરેન્દ્રનગર જીલ્લાના કોળી સમાજના તમામ ડોકટરો, વકિલો, શિક્ષકો, પોલીસમિત્રો, ઉચ્ચકક્ષાના સરકારી કર્મચારીઓ, સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો કાર્યકરો, વેપારી, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, સમાજના તમામ રાજકીય અગ્રણીઓને પધારવા આમંત્રણ છે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે વેક્સિન લીધેલ હશે તેમને પ્રવેશ આપવામાં આવશે. વિશેષમાં આ 57 માં વેવિશાળ પરિચય સમારંભમાં રાજકોટ ચોટીલાના કોળી સમાજની દિકરીઓ માટે વિનામુલ્યે નામ નોંધાવી શકે છે. ફકત યુવતિઓ માટે અભ્યાસ ધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
Read About Weather here
આ આયોજનને સફળ બનાવવામાટે રમેશભાઇ ગોહિલ, દેવાંગ કુકાવા, કલ્પેશભાઇ બાવરીયા, સવજીભાઇ ડાભી, રમેશભાઇ ડાભી, પરસોતમભાઇ મકવાણા, ડો.જે.એચ. ગોધાણી, જી.સી. માલકીયા, સુનિલભાઇ ગોહિલ, રવિભાઇ મકવાણા તેમજ તળપદા કોળી પટેલ ધર્મશાળાના સર્વે હોદેદારો સભ્યઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરિચય મેળામાં જે ઉમેદવાર ભાગ લેવા માંગતા હોય તો અન્ય માહિતી માટે મો. 9374734820, 79845 944 ર 4 ઉપર સંપર્ક કરવા કોળી શકિત યુવક મંડળ અને જય વેલનાથ જય માંધાતા સમિતિની યાદીમાં જણાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here