ચોટીલામાં પણ રોપ-વે બનશે: રૂપાણી સરકારની ગૃહમાં જાહેરાત

chotila-temple-રોપ-વે
chotila-temple-રોપ-વે

ચોટીલા ડુંગર પર પહોંચવા માટે રોપ-વે બાંધવાની મંજૂરી

Subscribe Saurashtra Kranti here

ચોટીલામાં હવે રોપ-વે બનાવવા માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. ચોટીલા મંદિર પર રોપ-વે બનાવવાની જાહેરાત CM વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી હતી. અને ચોટીલા મંદિરમાં રોપ વે બનાવવાની મંજૂરી આપી છે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

શ્રી ચામુંડામાતાના દર્શન માટે ટુંક સમયમાં વૃધ્ધો અને શારીરિક અશક્ત માઈભક્તોને પણ ગઢ ચોટીલા ચઢવુ સરળ બનશે ! સરકારે ચોટીલા ડુંગર પર પહોંચવા માટે Rope-Way બાંધવાની મંજૂરી આપી હોવાની જાહેરાત સીએમ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી છે.

ચોટીલાના ડુંગર ઉપર પહોંચવા તળેટીથી ૮૫ મીટરની ઉંચાઈ ૪૦૦ મિટર લાંબા એરિયલ નેટવર્ક તૈયાર કરાશે. અત્યારે ચોટીલાના ડુંગર ઉપર ચઢવા માટે ૧૦૦૦ જેટલાં પગથિયા છે.

Read About Weather here

અગાઉ ગિરનાર પર વર્લ્ડ ક્લાસ રોપ વે બનાવવામાં આવી હતી. અને ગિરનાર રોપ વેથી ત્યાંના પ્રવાસનને પણ વેગ મળ્યો હતો. અગાઉ પગથિયા ચડી અંબાજી સુધી જવા માટે ચાર  પાંચ કલાક થતા હતાં. હવે લોકો Rope-Way દ્વારા ૭-૮ મિનિટમાં ત્યાં પહોંચી જવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here