ચેક રિટર્નના કેસમાં પિતા – પુત્રને નિર્દોષ છોડી મુકવા હુકમ કરતી કોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં બાલાજી એન્ટરપ્રાઈઝવાળા સમીર મનુભાઈ સોરઠીયા (પંચેશ્વર એસ્ટેટ, પિતૃ પાનની ઉપર, એન્જલ મોટર સામે, અટીકા ઈન્ડસ્ટ્રીયલ એરીયા ફાટક પાસે, રાજકોટ) સાવલીયા જિજ્ઞેશ મનસુખભાઈ  અને મનસુખભાઈ ગોરધનભાઈ સાવલિયા (સોરઠીયાવાડી શેરી નં.7/13, જે.કે. મોલવાળી શેરી, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ)એ સંબંધના દાવે  રકમ રૂા.50હજાર તથા તેના પિતા તથા રૂા.1.50 લાખ  હાથ ઉછીના વગર વ્યાજે લીધા હતા, જે બદલ પુત્ર પિતા બંનેએ પોતાની અલગ અલગ બેંકના ચેકો આપેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

જે ચેક ફંડ ઈનસફિસીયન્ટના શેરા સાથે પરત ફરતા સમીર સોરઠિયાએ તા.03/2018ના રોજ તેના વકીલશ્ મારફતે બંને આરોપીને ડિમાન્ડ નોટીસ આપ્યા બાદ પિતા-પુત્ર બંને વિરૂધ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ કોર્ટમાં કેસ દાખલ કરેલ, જે કેસ ચાલવા ઉપર આવતા આરોપીઓના એડવોકેટ કિશન એમ. જોશીએ વિગતવાર  ઉલટ તપાસ કરવામાં આવેલ. જેમાં રેકર્ડ પર સ્પષ્ટ આવેલ કે ફરિયાદી બાલાજી ફાયનાન્સના નામથી ફાયનાન્સનો ધંધો કરે છે, પરંતુ ઉલટ તપાસમાં કોર્ટ સમક્ષ સત્ય હકીકત જણાવતા નથી, જે અંગે આરોપીના એડવોકેટે ફરીયાદી વિરૂધ્ધ જુગાર ધારાની કલમ-4 અને 5 મુજબ કેસ થયેલ હોય તેની એફ.આઈ.આર. અને ચાર્જશીટ પુરાવા તરીકે મુકેલ.

Read About Weather here

જેમાં આરોપીઓ ત2ફે એવુ પણ રેકર્ડ પર લઈ આવવામાં આવેલ કે બંને આરોપીઓએ ફરીયાદી પાસે લીધેલ તમામ રકમ વ્યાજ સહીત પરત ચુકવી દીધેલ છે, જે અંગેના હિસાબોની ડાય2ી પણ કોર્ટમાં રજુ કરવામા આવેલ. તેમજ આરોપી પક્ષે  સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પણ દલીલ કરવામાં આવેલ. તેમજ  ફરીયાદ પક્ષ ફરિયાદ સાબીત કરવામાં સદંતર નિષ્ફળ નીવડતા  કોર્ટે પિતા-પુત્ર બંનેને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી કિશન એમ. જોશી, ઘનશ્યામ જે. પટેલ તથા હર્ષ ત્રિવેદી રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here