ચેકિંગ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો, અમુક શાળાઓએ હજુ સમયમાં ફેરફાર કર્યા નથી

ચેકિંગ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો, અમુક શાળાઓએ હજુ સમયમાં ફેરફાર કર્યા નથી
ચેકિંગ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો, અમુક શાળાઓએ હજુ સમયમાં ફેરફાર કર્યા નથી

રાજકોટ શહેર જિલ્લામાં 45 થી વધુ શાળાઓમાં સઘન ચેકિંગ

સવારની પાળીના સમયમાં શાળા સંચાલકોએ ફેરફાર કર્યો કે નહીં એ નિશ્ર્ચિત કરવા જોરદાર અભિયાનનો પ્રારંભ

રાજકોટની જસાણી સ્કૂલમાં કારમી ઠંડીથી એક વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસમાં હૃદય બેસી જવાથી મૃત્યુ થયાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. રાજ્ય સરકારે ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ રાજકોટ ડીઈઓ તંત્ર દ્વારા શાળાઓમાં સમય મોડો કરવા ગઈકાલે જ પરિપત્ર બહાર પાડી દેવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેનો અમલ થયો છે કે નહીં એ જોવા માટે આજે સવારથી શહેર અને જિલ્લામાં અનેક શાળાઓમાં ચકાસણી કરવા માટે ડીઈઓ તંત્રની ટીમો ત્રાટકી છે. સવારની પાળીનો સમય બદલાયો છે કે નહીં એ જોવા માટે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાના નેતૃત્વમાં એજ્યુકેશન ઇન્સ્પેકટરોની ટીમો દ્વારા 45 જેટલી શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી.
સવારથી અલગ- અલગ સ્થળે ટીમો ત્રાટકી હતી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

તે દરમ્યાન કેટલીક શાળાઓના સંચાલકોએ જટિલ વલણ અપનાવીને આજે પણ સમયમાં ફેરફાર કર્યો ન હોવાનું બહાર આવ્યું હતું. આ શાળાઓ સામે હવે કેવા પગલા લેવામાં આવે છે એ જોવાનું રહે છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આજથી તમામ શાળાઓનો સમય સવારના 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ડીઈઓ તંત્રના પરિપત્રનો કેટલો અમલ થયો છે એ જોવા માટે આજથી તંત્ર દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર પણ જરૂરી આદેશો આપ્યા હોવાથી સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયો છે.
ગઈકાલે ડીઈઓ કૈલાએ વિધિવત પરિપત્ર બહાર પાડી સવારની સીટનો સમય સવારે 8 વાગ્યાનો કરવા અને ગરમ વસ્ત્રો પહેરવામાં વિદ્યાર્થીઓને છૂટછાટ આપવાનો આદેશ જારી કરી દીધો હતો. જેની ચકાસણી કરવા આજે સવારથી ખુદ જિલ્લા શિક્ષણાધિકારી રાઉન્ડમાં નીકળ્યા હતા અને ચકાસણી શરૂ કરી હતી. તદ્દઉપરાંત 14 જેટલા એજ્યુકેશન ઇન્સ્પેકટરોની ટીમો બનાવીને શહેર અને જિલ્લાની શાળાઓમાં તપાસ માટે મોકલવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ આજે સવારે ધોળકિયા સ્કૂલ, પંચાયત ચોક, એસએનકે સ્કૂલ આકાશવાણી ચોક, નિર્મલા કોન્વેન્ટ, કોટક સ્કૂલ અને તપોવન સ્કૂલમાં જાતે તપાસ કરી હતી. અન્ય ટીમોએ કુવાડવાની શાળા, ઇનોવેટીવ, કડવીબાઈ વિરાણી, ભરાડ સ્કૂલ, મોદી સ્કૂલ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સવારથી ચકાસણી ઝુંબેશ શરૂ કરી હતી. શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં તમામ શાળાઓનો સર્વગ્રાહી રીપોર્ટ આવી જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here