જયપુર-અજમેર હાઇવે પર મંગળવારે બપોરે લગભગ 3:30 વાગે એક ભયાનક અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતનો ભોગ બનેલા ચારેય યુવકો બાઇક રસ્તાની સાઇડમાં પાર્ક કરીને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here
તે સમયે જયપુરથી અજમેર જઈ રહેલા ટ્રેલરે ચાર યુવકોને ટક્કર મારી હતી. ટ્રેલરે ચાર યુવાનોને 100 મીટર સુધી ઢસડતો લઈ ગયો અને કચડીને નીકળી ગયો હતો. જેના કારણે મૃતદેહના ટુકડાઓ હાઇવે પર વિખેરાઈ ગયા હતા. આ અકસ્માતમાં પડસોલી ગામના રહેનાર અમરચંદ માલી (30), જીતેન્દ્ર (30), સલીમ મન્સુરી (32), પવન કુમાર (25) મૃત્યુ પામ્યા હતા. અકસ્માતની માહિતી મળ્યા બાદ દુદુ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર નેમી ચંદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Read Saurashtra Kranti E-Paper here
અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ ટ્રેલર ચાલકને શોધી રહી છે. આ અકસ્માત અંગે દુદુ પોલીસ સ્ટેશનના અધિકારી જયસિંહ બસેરાનું કહેવું છે કે કદાચ ટ્રેલર ચાલક ઊંઘી ગયો હતો. જેના કારણે ટ્રેલર બેકાબૂ બની ગયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here