ચારધામ યાત્રામાં આઠ હજાર ગુજરાતીઓ ફસાયા: 2 ગુજરાતી સહિત વધુ 7નાં મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ વર્ષે ચારધામ યાત્રા અત્યંત પ્રતિકુળ હવામાનને કારણે યાત્રિકો માટે ખુબ જ મુશ્કેલ, અસહય અને સંકટ રૂપ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં બે ગુજરાતી યાત્રાળુ સહિત વધુ સાત ભાવિકોના મોત થયાનું જાહેર થયું છે. ગંગોત્રી-યમુનોત્રી હાઇ-વે ફરીથી બંધ કરવો પડયો છે. 17 દિવસથી બંધ રહ્યા બાદ બે દિવસ ખુલ્યો હતો. ત્યાં ફરી દિવાલ ધસી પડતા હાઇ-વે ત્રણ દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. આઠ હજાર જેટલા ગુજરાતીઓ યાત્રાળુઓ ફસાયા હોવાનું ઉત્તરાખંડની સરકારે જણાવ્યું છે. પરંતુ બધા સુરક્ષિત હોવાની ખાત્રી આપી છે.અત્યારે બંધ હાઇ-વે પર સાત હજાર યાત્રાળુ ફસાય ગયા છે. મોટા ભાગના યાત્રિકોના મૃત્યુ હદય હુમલાથી થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ચાર ધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 56 યાત્રિકોના મોત થયા છે. જેમાંથી 54 લોકોના હદય બંધ પડી જવાથી મૃત્યુ થાય છે.ગઇકાલે બદ્રીનાથ ધામના દર્શન કરીને જોષીમઠ પરત ફરેલા ગુજરાતી યાત્રાળુ સુરતના ભાનુભાઇ (ઉ.વ.58)ને અચાનક શ્ર્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં તેમને મૃત જાહેર કર્યા હતા. બદ્રીનાથમાં બપોરે ગુજરાતી મહિલા યાત્રાળુ વિણાબેન (ઉ.વ.55)ની તબીયત અચાનક બગડતા હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં એમનું મૃત્યુ થયું હતું. પુર્ણે, મંદશોર, ગોરખપુરના ત્રણ યાત્રીકોનું પણ મૃત્યુ થયું હતું.

Read About Weather here

એકલા કેદારનાથ ધામમાં 23 યાત્રીકોના હદય બંધ પડી જવાથી મોત થયાનું સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં છે. યમુનોત્રી હાઇ-વે પર વાહનોના ખડકલા જામી ગયા છે. ખડક ધસી પડયા હોવાથી અને દિવાલ તુટી પડી હોવાથી હાઇ-વે ત્રણ દિવસ સુધી બંધ રહેશે. અત્યારે 5 કિલોમીટરથી પણ વધુ લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે. અત્યારે નાના વાહનોથી સાઇડના રસ્તા પરથી યાત્રાળુઓને ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here