ચારણ સમાજનું ગૌરવ વધારતા જયવીરદાન ગઢવી

રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
કચ્છના માંડવી તાલુકાના નાનકડા એવા વિંગણીયા ગામના ચારણ સમાજના યુવકે નાની ઉંમરમાં જ સિધ્ધી પ્રાપ્ત કરી છે. થોડા સમય પહેલા તે જીપીએસસીની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરીને ડેપ્યુટી કલેકટર તરીકે પદવી મળી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલનાં રોજ જાહેર થયેલા યુપીએસસીનાં પરિણામમાં આ યુવકે ભારતભરમાં 341 મો નંબર હાંસલ કર્યો છે. માત્ર 25 વર્ષની ઉંમરે ચારણ સમાજનું નામ રોશન કરનાર જયવીરદાન ગઢવીએ આઈએએસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.મધ્યમ વર્ગીય પરિવારના અને નાનકડા એવા વિંગણીયા ગામના જયવીરદાનનાં પિતા ભરતદાન ગઢવી આસપાસ ગામડાઓમાં કરિયાણા- પ્રોવિઝન સ્ટોર પરની આઈટમની ફેરી કરી ગામે-ગામ ફરી વેંચાણ કરીને પુત્રને શિક્ષણ અપાવ્યું હતું.

Read About Weather here

જયવીરદાન ગઢવી હાલ વડોદરા શહેરના ડેપ્યુટી કલેકટર તરીકે છે. યુપીએસસી પાસ કર્યા બાદ હવે તેઓ આઈએએસ બનવાની ઈચ્છા ધરાવે છે.માત્ર 25 વર્ષની ઉંમરે આટલી મોટી સિધ્ધી પ્રાપ્ત કરીને ચારણ સમાજ અને પરિવારજનોમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું હતું. તેમજ સાથો-સાથ કચ્છનું પણ ગૌરવ વધાર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here