કેબિનેટ મંત્રી રાધવજી ભાઈ પટેલ, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા), ધારાસભ્ય આર.સી.ફળદુ, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતનાઓને આવેદન પત્ર પાઠવાયું
ધારાસભ્યપક્ષ તેમજ સાંસદ તેમજ વિધાનસભા અઘ્યક્ષને સમાજના આગેવાનો દ્વારા આવેદન
ચારણ (ગઢવી) સમાજને ગુજરાત સરકારના ગોપાલક વિકાસ બોર્ડમાં સમાવેશ કરવાની માંગ સાથે રાજ્યભરમાં સમાજના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ દ્વારા સાંસદો, ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચારણ(ગઢવી) સમાજને ગોપાલક વિકાસ બોર્ડમાં સમાવેશ થાય તેવી ખાતરી અનેક ધારાસભ્યો અને સાંસદો દ્વારા આપવામાં પણ આવી હતી. ત્યારે રાજ્યભરમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા અને આવેદનમાં જણાવ્યું હતું કે, અમારો ચારણ (ગઢવી) સમાજ આદિકાળથી પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. હાલમાં પણ 90 % સમાજ પશુપાલન અને ખેતી પર નિર્ભર છે. ગુજરાત સરકાર દ્વારા હાલે ભરવાડ તેમજ રબારી સમાજનો ગોપાલક વિકાસ બોર્ડમાં સમાવેશ કરેલ છે. આ બન્ને સમાજ સાથે અમારો સમાજ પણ જન્મજાતથી પશુપાલક તરીકે ઓળખાય છે .
Visit Saurashtra Kranti Homepage here
કોઈ કારણસર અમારી સામાજીક જાગૃતિના અભાવે જે તે સમયે રજૂઆત કરેલ ન હોઈ જેના કારણે આ બોર્ડમાં સમાવેશ કરવામાં રહી ગયેલ છે. જેથી કરીને આ બોર્ડના લાભા લાભો અમારી સમાજને મળતા નથી. ગુજરાત સરકારે નબળા સમાજના ઉત્કર્ષ માટે ખાસ કરીને પશુપાલકોના વ્યવસાયથી પરંપરાગત રીતે સંકળાયેલા સમાજના વિકાસ હેતુ ‘ગોપાલક વિકાસ બોર્ડ’ની રચના કરી છે, જેને લઈને પશુપાલકોની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સુધાર થઈ રહ્યો છે. ત્યારે ચારણ (ગઢવી) સમાજનો પણ મુખ્ય વ્યવસાય પશુપાલન હોઈ ‘ગોપાલક વિકાસ બોર્ડ’માં સમાવેશ કરવા માંગણી કરીએ છીએ જેથી સમાજનો દરેક સ્તરે વિકાસ શકય બને. છેવાડાના દરેક વ્યકિતનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત સરકારનો હકારાત્મક અભિગમ અને લોકશાહીના સાચા ફળ દરેક સમાજને મળે તેવા સરકારના સક્રિય પ્રયાસ રહ્યા છે.
ત્યારે અમારા આર્થિક તેમજ શૈક્ષણિક રીતે પછાત સમાજને ‘ગોપાલક વિકાસ બોર્ડ’માં સત્વરે સમાવેશ સરકાર દ્વારા કરવામાં આવે તેવી વિનંતી કરીએ છીએ. ત્યારે રાજકોટમાં ચારણ ગઢવી સમાજને ગોપાલક બોર્ડમાં સમાવેશ કરાવવા બાબતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને આઈશ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ, શ્રી શક્તિ ચારણ ગઢવી યુવા સંગઠન, સિંહમોય ચેરીટેબલ ટ્રસ્ટ, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા),આઈશ્રી સોનલ માં સેવા સહાય, આઈશ્રી ખોડિયાર ગઢવી યુવક મંડળ, શ્રી ગઢવી સેવા સમાજ, શ્રી કરણી ચેરીટેબલ ટ્રસ્ટ, ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, લાખાભાઈ વિહળભાઈ જામંગ ફેમિલી ટ્રસ્ટ, વિર વિહળબાપુ રાબા પરીવાર ઉપરાંત અણંદભાઈ પાલિયા, પ્રવિણદાન રોહડિયા, અમરસિંહભાઈ રાબા, હરિશભાઈ ઘાંઘણિયા, ભગવતભાઈ સોયા, મનોજભાઈ પાલિયા, નરેન્દ્રભાઈ જાળફવા, અમિતભાઈ પાલિયા, મુન્નાભાઈ અમોતિયા, રાજેશભાઈ બાવડા, મુકેશભાઈ નૈયા, પ્રકાશભાઈ કવલ, પ્રવિણભાઈ વડગામા, મહિપતભાઈ ફુનડા, દિપકભાઈ ઘાંઘણિયા, દિલુભાઈ રાબા, મહેશભાઈ લાંબા, મેહુલભાઈ જામંગ, અંકુરભાઈ લાંબા, વસુભાઈ રતન, અજયભાઈ આલગા, પ્રતાપભાઈ બાવડા, રાજભાઈ પાલિયા, માનવભાઈ
પાલિયા સહિતનાઓ સંસ્થાઓ, જ્ઞાતિજનો આવેદન આપવામાં હાજર રહ્યા હતા.જામનગર ખાતે કેબિનેટ મંત્રી રાધવજી પટેલ, સાંસદ પુનમ બેન માડમ, રાજય કક્ષા પૂર્વ મંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય આર.સી. ફળદુ જામનગર જીલ્લા ભાજપા પ્રમુખ રમેશ મુંગરા, જામનગર શહેર પ્રમુખ વિમલભાઈ કગથરાને દેવીદાનભાઈ ગઢવી, રાણાભાઈ ગઢવી, નરેશભાઈ ગઢવી, રાજૂભાઈ ગઢવી, મહેશભાઈ ગઢવી, લક્ષમણભાઈ ગઢવી, આસપારભાઈ ગઢવી, પાલુભાઈ ગઢવી અને આઈ સોનલ મા શૈક્ષણિક એન્ડ સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂબરૂ મળી રજુઆત કરેલ અને દરેક રાજકીય આગેવાનો સરકારને ચારણ સમાજને ગોપાલક બોર્ડમાં સમાવેશ થાય તે માટે પ્રયત્ન કરશું તેવી ખાત્રી પણ આપી હતી.
Read About Weather here
અમરેલી ચારણ ગઢવી શકિત સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કોશિકભાઈ વેકરિયા અને અમર ડેરીના ચેરમન અશ્ર્વિનભાઈ સાવલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે અમરેલી ચારણ ગઢવી સમાજના ભુપતભાઇ દાતી, સંજયભાઈ ખળેલ, વિજયભાઈ બાટી, વકીલ કેસરિયા સાહેબ, જીજ્ઞેશભાઈ બાટી, મોહિતભાઈ લાંગાવદરા,જોરૂભાઈ બાટી, સરપંચશ્રી દેવકુભાઈ કૂચાલા સહિતના હાજર રહ્યા હતા. ભરૂચ ચારણ સમાજ દ્વારા પણ જોરદાર માંગણી કરવામાં આવી હતી. જુનાગઢ ચારણ સમાજ દ્વારા ધારાસભ્ય ભીખાભાઈ જોષીને ધારદાર રજૂઆત કરવામાં આવી. પંચમહાલ ચારણ સમાજના આગેવાનો લાભુભાઈ, રામભાઈ, કાનાભાઈ તેમજ અલૈયાભાઈ દ્વારા ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી ને તેમજ ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ ને આવેદન આપી રજુઆતો કરાઇ હતી. આમ રાજ્યભરમાં રજૂઆતો કરી હતી અને રાજકીય આગેવાનોએ ચારણ સમાજને ગોપાલક બોર્ડમાં સમાવેશ થાય તે માટે પ્રયત્ન કરશું તેવી ખાત્રી પણ આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here