આર્યન અને અનન્યા ડ્રગ્સ ચેટ…!

આર્યન અને અનન્યા ડ્રગ્સ ચેટ...!
આર્યન અને અનન્યા ડ્રગ્સ ચેટ...!
આર્યન તથા અનન્યાની આ ચેટમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાહરુખના દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ડ્રગ્સ કેસમાં હવે અનન્યા પાંડે પણ ફસાઈ છે. ડ્રગ્સ અંગે અનન્યા તથા આર્યનની નવી ચેટ્સ મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

ખાન તથા અનન્યા પાંડે વચ્ચેની વ્હોટ્સએપ ચેટના જે સ્ક્રીનશોટ્સ સામે આવ્યા છે, તેમાં એક સ્ક્રીનશોટ ગ્રુપ ચેટનો છે. આ ચેટમાં આર્યને ‘કોકેન ટુમોરો’ની વાત કરી હતી. તો અન્ય એક ચેટમાં મિત્રોને NCBના નામ પર ધમકાવતો જોવા મળે છે.

વ્હોટ્સએપ ચેટમાં આર્યન ખાન અચિત કુમાર પાસેથી થોકબધ ડ્રગ્સ ખરીદવાની વાત કરે છે. આર્યન ખાને અચિત કુમાર પાસેથી 80 હજાર રૂપિયાનું વીડ (ડ્રગ્સ) મગાવ્યું હતું.

પહેલી ચેટ જુલાઈ, 2019ની છે. આ વ્હોટ્સએપ ચેટમાં અનન્યા પાંડે તથા આર્યન ખાન ડ્રગ્સ પર ચર્ચા કરે છે. આર્યને વીડ કહ્યું. આના પર અનન્યાએ કહ્યું હતું કે આની ઘણી જ ડિમાન્ડ છે.

 • અનન્યા પાંડેઃ ઠીક છે
 • આર્યનઃ Weed
 • અનન્યાઃ આ ડિમાન્ડમાં છે
 • આર્યનઃ હું સીક્રેટલી તારી પાસેથી લઈ લઈશ
 • અનન્યાઃ ઠીક છે
 • તે જ દિવસે અનન્યા-આર્યનની બીજી ચેટ
 • અનન્યાઃ હું હવે આ બિઝનેસમાં છું
 • આર્યનઃ તું Weed લાવી?
 • આર્યનઃ અનન્યા
 • અનન્યાઃ મને મળે છે.

NCBને આ જ વર્ષની એટલે કે 2021, 18 એપ્રિલની એક ચેટ મળી છે. આ ચેટમાં આર્યન ખાન પોતાના બે મિત્રોને કોકેન અંગે પૂછે છે.

 • આર્યનઃ કાલે કોકેન લઈએ
 • આર્યનઃ હું તમારા માટે લોકો માટે લઈને આવું છું
 • આર્યનઃ By NCB

આર્યન ખાનના ફોનમાંથી મળેલા વ્હોટ્સએપ ચેટમાં બે અન્ય લોકો સાથે ગ્રુપ ચેટ થઈ હતી. આ ત્રણેય ડ્રગ્સ અંગે વાત કરતા હતા. NCBએ આ જ ચેટ્સના આધારે અનન્યા પાંડે તથા આર્યનની પૂછપરછ કરી છે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. અનન્યાની બેવાર પૂછપરછ કરવામાં આવી છે.

Read About Weather here

 NCB પાસે આર્યન ખાનની તમામ ચેટ્સ છે. આ ચેટ્સમાં અનન્યા પાંડે ઉપરાંત ત્રણ બીજા સ્ટાર કિડ્સ સાથે વાત થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here