ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રૂ. ૪૫ હજારની માતાની ચોરી કરનાર ઝડપાયો

0
રાજકોટ
rajkot

ચોરાઉ બાઈક સાથે બે શખ્સોની ધરપકડ

જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં ભરવાડ યુવાનના બંધ મકાનમાંથી રૂ. ૪૫ હજારની મતાની ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચી લઇ મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ જામનગર રોડ પર મારવાડી વાસ પાસે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતા જેઠાભાઈ કારાભાઈ ટોપટા નામના ભરવાડ યુવાનનાં મકાનને કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી રૂ. ૪૫ હજારની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસમાં નોંધાવતા પી.આઈ એ.એસ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી

Subscribe Saurashtra Kranti here

ગણતરીની કલાકોમાં ભરવાડ યુવાનના મકાનમાંથી ચોરી કરનાર રવિ અરવિંદ મકવાણા તથા કાયદાના સંઘર્ષમાં આવેલો બાળ કિશોર સહિત બે શખ્સોની ધરપકડ કરી રૂ. ૪૫૦૦૦ ની મતા કબજે કરી છે.

જયારે અન્ય એક બનાવમાં ભક્તિનગર પોલીસે નિલકંઠ સિનેમા પાસે આવેલા મેહુલનગરમાં ચોરાઉ બાઈક સાથે શાહબુદ્દીન ઉર્ફે દદુઅલી ઉર્ફે ટકો નનુ ઉર્ફે યુનુસ મહેમદ શેખ નામના જંગલેશ્વરનાં શખ્સની ધરપકડ કરી રૂ. ૩૫૦૦૦ નું બાઈક કબજે કર્યું છે.

Read About Weather here

જયારે પ્ર.નગર પોલીસે ચોરાઉ બાઈક સાથે  નિકળેલા બાળ કિશોરને દબોચી લઇ રૂ. ૨૦ હજારનું બાઈક કબજે કરી એક મહિના પહેલા સંત કબીર રોડ પર ભોલેનાથ એપાર્ટમેન્ટ પાસેથી ચોરી થયેલા બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleબર્થડે પાર્ટીનાં આયોજક અને કેટરર્સનાં સંચાલકની ધરપકડ