ગૌ ધામ કોટિયા ખાતે જીગ્નેશ દાદાના વ્યાસાસને ભાગવત કથાનું સમાપન

ગૌ ધામ કોટિયા ખાતે જીગ્નેશ દાદાના વ્યાસાસને ભાગવત કથાનું સમાપન
ગૌ ધામ કોટિયા ખાતે જીગ્નેશ દાદાના વ્યાસાસને ભાગવત કથાનું સમાપન
ગૌ ધામ કોટીયા-કુંઢડાની ટેકરીઓ વચ્ચે જંગલમાં મંગલ સમાન ગુરૂદત્તાત્રેય આશ્રમ ખાતે જીગ્નેશદાદા રાધેરાધેના મુખે ગત તા.14 ને મંગળવારથી પ્રારંભ થયેલી શ્રીમદ ભાગવત કથાનો વિરામ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આજના કથા સમાપન પ્રસંગે સિદ્ધેશ્ર્વરગિરિ બાપુ જૂનાગઢ, ડી.જી. વણઝારા, પ્રેમગીરીજી મહારાજ, માયાભાઈ આહીર વગેરેએ વક્તવ્યો આપ્યા હતા. આ વેળાએ સંતોષભાઈ સોહલા, મહેન્દ્રસિંહ સરવૈયા, વિરમભાઇ બોળીયા, પ્રતાપભાઈ ખુમાણ, નરેન્દ્રભાઈ સાંગા, શક્તિસિંહ ઝાલા, ભરતભાઈ, કમાભાઈ, અનિલભાઈ સોલંકી, સુરેશભાઈ લચ્છી, લાલજીભાઈ જોગારાણા વગેરે ઉપસ્થિત હતા. તેમજ પૂજ્ય સંતો ચંદ્રકાંતગીરીજી મહારાજ, આદિત્યગીરીજી, હરીચરણગીરીજી મહારાજ, વસંતદાસજી માતાજી, રવિગીરીબાપુ, રણછોડગીરીજીબાપુ, હરિચરણદાસજી, સંતોષ ગીરીબાપુ વગેરે સંતો મહંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી.

Read Saurashtra Kranti E-Paper here

સાત દિવસના આ ભાગવત-પારાયણ ધર્મ સત્સંગમાં સંતવાણી, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. તળાજા મહુવા તેમજ આજુબાજુના પંથકના ભાવિકજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. સાથો સાથ અહીં જગ્યામાં થઈ રહેલી દેશી ગાયોની સેવા માટે દાનની સરવાણી પણ સતત વહેતી રહી હતી.મહંત થાણાપતી પુ.લહેરગીરીબાપુ તેમજ સેવક સમુદાય દ્વારા થયેલું આ ભગવદ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here