ભાજપ સરકારે પોતાની આબરૂ બચાવવા પગલા ભર્યા પરંતુ પ્રજા માટે નહી, પોલીસને ખરીદનારને બચાવાયા અને ભોગ બનનાર વિસરાયા : રાજ્યગુરૂનો આક્ષેપ
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ આક્ષેપો કરતા જણાવ્યું છે કે ગોવિંદભાઈ તમે અને વિજયભાઈ લોક પ્રતિનિધિ છો ફક્ત ભાજપના કાર્યકર નથી તમારા મતભેદના સારા માઠા પરિણામો લોકોને ભોગવવા પડતા હોય છે ગોવિંદભાઈ, વિજયભાઈ મુખ્યમંત્રી હતા એટલે તમે પાર્ટીના દબાણવશ થઇ છેલ્લા 4 વર્ષથી પોલીસ અને સરકારી તંત્રને ખુલ્લો દોર ભાજપના ભ્રષ્ટાચારમાટે નીતિન ભારદ્વાજની આગેવાનીમાં થયો ત્યારે આપ ભાજપના રહ્યા અને લોક પ્રતિનિધિત્વનું કર્તવ્ય ચુક્યા, હવે ભાજપ આકાઓને વિજયભાઈને માપમાં રાખવાના ઈરાદાથી આપ અને રામભાઈ મેદાનમાં આવ્યા અને આપ પોલીસનો દુરૂપયોગ કરવા માટે જે ધંધાદારી વ્યક્તિએ જે ભ્રષ્ટાચાર આચાર્યો તેની મદદે આવ્યા અને પોલીસનો ભોગ બનેલા અન્ય લોકો માટે આપને અમે જાણ કરવા છતાં કાઈ કરવા માંગતા નથી તે જ પુરવાર કરે છે કે આપ ભાજપનાં જ ફાયદા નુકશાન માટે કામ કરો છો ન કે લોકોના ફાયદા માટે.
Visit Saurashtra Kranti Homepage here
આપ ખુબ સોમ્ય માણસ છો તે સ્વીકારવુંતો પણ કહેવું જ રહ્યું કે આપની સોમ્યતા પાછળ પદ માટેની આપની લાલસા અને ભાજપ આપને કોઈ પદ નહી આપે તેવો ડર પણ આમ લોકોની મુશ્કેલી વધારતા હોય તો તે સૌમ્યતા નિરર્થક છે.આપે કહ્યું કે સરકારે પગલા લીધા તો અત્યાર સુધી વિજયભાઈની સરકાર હતી તો તે ચુકી ગયા હતા એમ અર્થ કરવો રહ્યો અને સૌ જાણે છે કોઈપણ મુખ્યમંત્રી હોય ભાજપના રીત રીવાજ મુજબ ભ્રષ્ટાચાર કરો અને દબાવોની નીતિનો અમલ કરવો તે ફરજીયાત હોય છે તે આપ પણ જાણો જ છો ત્યારે અત્યારની સરકાર પણ આવું જ કરશે તેનો ખયાલ જે લોકોને છે તેની આજ સુધી બહુમતી નથી એટલે જ ભાજપ ચૂંટાય છે પોલીસ પર જે પગલા લેવામાં આવ્યા છે
Read About Weather here
તેની ફરજ પડી છે મીડિયા અને અમો કોંગ્રેસીઓની જાગૃતતાને લઇ અને કમિશ્નર તથા પોલીસ કર્મીઓનો અત્યાચાર દંડ અને 2 વર્ષમાં તેમના પર ફરી સરખું કરી દેવાની વાત પણ હરોજ પોલીસને ભ્રષ્ટાચારથી ખરીદી ખોટું કામ કરવાવાળાની વ્હારે આપ ગયા પરંતુ લોકદરબાર ભરી જેટલા લોકો ભોગ બન્યા છે ભાજપ અને પોલીસના તેની વ્હારે નથી પહોચવા માંગતા.વ્યક્તિ તરીકે આપ ખુબ જ સારા પરંતુ આપ પણ ભાજપની નીતિ થી ઉપર ઉડી શકવાની ક્ષમતા કેળવો તો જ તમારા સાહસનો લોકોને ફાયદો નહીતર આપનું પ્રતિનિધિત્વ અર્થવિહીન પુરવાર થશે તેવું રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here