ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રકની ઠોકરે સ્કૂટર ચાલક યુવકનું મોત

ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રકની ઠોકરે સ્કૂટર ચાલક યુવકનું મોત
ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રકની ઠોકરે સ્કૂટર ચાલક યુવકનું મોત

ઘરેથી જમીને જ્વેલરીના શોરૂમમાં નોકરી પર જતો હતો ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો

શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. શહેરના ગોંડલ રોડ ઓવરબ્રિજ પર ટ્રકે સ્કૂટરને ઠોકરે લેતા સ્કૂટરચાલક યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કોઠારિયા રોડ પર હરિધવા રોડ પરના સુખરામનગરમાં રહેતો દર્શન સામતભાઇ માટીયા (ઉ.વ.20) શુક્રવારે બપોરે 2.30 વાગ્યે પોતાના ઘરેથી જમીને નાનામવા રોડ પર આવેલી દુકાને નોકરી પર જવા નીકળ્યો હતો અને ગોંડલ રોડ પર

મક્કમચોકથી ગોંડલરોડ ઓવરબ્રિજ પર ચડી મવડી ચોકડી તરફ જવા નીકળ્યો હતો ત્યારે ઓવરબ્રિજ પર જ પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે સ્કૂટરને ઠોકરે લીધું હતું.

ટ્રકની ઠોકરથી દર્શન સ્કુટર પરથી ફંગોળાયો હતો અને તેના પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકને કચડી ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો.

બનાવની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસે મૃતકના કાકા દેવાભાઇ માટીયાની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

Read About Weather here

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, દર્શન નાનામવા રોડ પર આવેલા શુભમ જવેલર્સમાં નોકરી કરતો હતો, બપોરે ઘરેથી જમીને નોકરી પર જતી વખતે રસ્તામાં તેને કાળ આંબી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here