ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક 2 લાખ કટ્ટાની આવક

ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક 2 લાખ કટ્ટાની આવક
ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક 2 લાખ કટ્ટાની આવક

યાર્ડની બંને બાજુ છ-છ કિમી લાંબી વાહનોની લાઈન

એક મણ ડુંગળીનો ભાવ 80થી 490 રૂપિયા સુધી બોલાયો: સૌરાષ્ટ્રભરમાંથી 1500થી વધુ ખેડૂતો ડુંગળી વેચવા આવ્યા

આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઈ છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ આજે ડુંગળની થયેલી રેકોર્ડબ્રેક આવકથી ટૂંકુ પડ્યું છે.

Read National News : Click Here

એક જ દિવસમાં આશરે 2 લાખ કટ્ટા ટુંગળીની આવક થતા બાજુના ખેતરો ભાડે રાખવા પડ્યા છે. તેમજ યાર્ડની બંને બાજુ 6-6 કિલોમીટર લાંબી ડુંગળી ભરેલા વાહનોની લાઈન લાગી છે. ગોંડલ માર્કેટ યાર્ડની બહાર અંદાજે 1500થી વધુ ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે.

ડુંગળીની આવક વધુ થતા યાર્ડના સત્તાધિશોને બાજુના ખેતરો ભાડે રાખવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રભરમાંથી 1500થી વધુ ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે.

Read About Weather here

એક મણ ડુંગળીનો ભાવ 80થી 490 રૂપિયા સુધી બોલાયો છે. ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી સહિતના આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે.

સૌરાષ્ટ્રમાં ડુંગળીના સારા ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં મળે છે. આથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો અહીં ડુંગળી વેચવા માટે પ્રાથમિકતા દાખવે છે. આ વર્ષે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here