ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે. આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 1700થી લઈને 2100 સુધીના ભાવ બોલાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાતભરમાં પ્રથમ દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું સૌથી વધુ ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન 18થી 20 દિવસ વહેલું જોવા મળ્યું છે.ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 190 બોક્સની આવક થવા પામી હતી. આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1700થી 2100 સુધીના બોલાયા હતા. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 2100 બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
Read About Weather here
આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે વહેલુ થવા પામ્યુ છે, પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જોવાનું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here