ગોંડલ ચોકડી એક વર્ષ માટે વાહનોની અવર-જવર માટે બંધ કરાશે

ગોંડલ ચોકડી એક વર્ષ માટે વાહનોની અવર-જવર માટે બંધ કરાશે
ગોંડલ ચોકડી એક વર્ષ માટે વાહનોની અવર-જવર માટે બંધ કરાશે

ગોંડલ ચોકડી પર બનનાર એલિવેટેડ બ્રિજની કુલ લંબાઇ 1.2 કિલોમીટર
95 કરોડના ખર્ચે 30 મીટરના 27 ગાળા સાથે સિક્સ લેન એલીવેટેડ બ્રિજ બનશે: કામ પુરજોશમાં

ગોંડલ ચોકડી આસપાસના વિસ્તાર અને રાજકોટ સિટીમાંથી શાપર (વેરાવળ) રોજ ગોંડલ ચોકડીએથી અવર – જવર કરે છે. રાષ્ટ્રિય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગોંડલ ચોકડી બ્રિજનું કામ ચાલુ કરી દીધું છે

Visit Saurashtra Kranti Homepage here

જે લાંબા સમયથી બંધ પડેલું હતું. સોઈલ ટેસ્ટિંગનું કામ પુરા જોરશોરથી ચાલી રહ્યું છે, રાજકોટમાં સૌથી વધુ જ્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે તે ગોંડલ ચોકડી પર ફ્લાય ઓવર બ્રીજ મંજૂર કરવામાં આવતા રાજકોટવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.

ગોંડલ ચોકડી પર બનનાર આ એલિવેટેડ બ્રીજની કુલ લંબાઇ 1.2 કિલોમીટર છે. આ કોરીડોર ઉપરથી નેશનલ હાઇવેનો ટ્રાફિક સરળતાથી પસાર થઇ શકે તે માટે જેમાં 30 મીટરના 27 ગાળા સાથે સિક્સ લેન એલીવેટેડ બ્રીજ બનશે.

આ બ્રિજ બનાવવા પાછળ 95 કરોડનો ખર્ચ થશે અને બ્રિજનું નિર્માણ કાર્ય 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર હતો. ચોવીસે કલાક ટ્રાફિકથી ધમધમતા ગોંડલ ચોકડી પરનું ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ત્યાં એલિવેટેડ ઓવરબ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનાર છે.

આ કામગીરીના અનુસંધાને એક વર્ષ માટે ગોંડલ ચોકડીનો તમામ પ્રકારનો વાહન વ્યવહાર બધં રાખવાની દરખાસ્ત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી રાજકોટ જિલ્લા કલેકટરને મળી છે.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે હાઇવે ઓથોરિટી તરફથી આ અંગેની દરખાસ્ત મળી છે અને એલિવેટેડ ઓવરબ્રિજનું કામ એકાદ વર્ષ ચાલે તેમ હોવાથી ગોંડલ ચોકડી એક વર્ષ માટે વાહન વ્યવહારની અવરજવર માટે બધં કરવી પડશે.

ટ્રાફિક માટે અતિ મહત્વનો પોઇન્ટ એક વર્ષ માટે બધં કરવાનો હોવાથી તેના વિકલ્પે ટ્રાફિકને કયાંથી વાળવો, ડાયવર્ઝન કેમ બનાવવા તે સહિતના તમામ મુદ્દે પર નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમા કલેકટરે જણાવ્યા મુજબ 1 વર્ષ સુધી ગોંડલ રોડ ચોકડી બંધ રહેશે અને વાહનોને ગોંડલ ચોકડીએ જવા દેવામાં આવશે નહીં અને તમામને ડાયવર્ઝન આપવામાં આવશ.

Read About Weather here

જેમાં કાલાવડ ચોકડી બાયપાસ દ્વારા, ખોડીયાર હોટેલ પુનીત નગર પાસેથી, કુવાડવા કોટડા સાંગાણી રોડથી ડાયવર્ઝન આપવામાં આવશે અને આ અંગે ટુંક સમયમાં કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here