રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા તંત્ર દ્વારા અનેક પગલા લેવાયા છતાં આજે પણ ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં આ પ્રકારના બાંધકામો થતા હોવાની અનેક ફરિયાદો ઉઠતા અંતે મ્યુનિસિપલ કમિશનરે સ્પેશ્યલ સ્કર્વોડ બનાવી ત્રણેય ઝોનમાં કડક ચેકીંગ હાથ ધરવાની સુચના આપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. અમુક ગેરકાયદેસર બાંધકામોની વિગત લોકો દ્વારા જાણવા મળતી હોય છે. છતાં કોઈજાતની કાર્યવાહી થતી નથી. પરિણામે દબાણો ખડકાઈ જાય છે. જેને હટાવવા મુશ્કેલ બને છે. ત્રણેય ઝોનમાં ટીપી વિભાગની ખાસ ટીમ દ્વારા દબાણોની દેખરેખ રાખવામાં આવે છે પણ જે નિષ્ક્રીય હોય તેવુ સાબીત થઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો અટકાવવા ત્રણ ટીમ તૈયાર કરવામાં આવી છે. અને સાથોસાથ બાહુબલીઓ તેમજ રાજકીય લાગવગ ધરાવતા અને અન્ય લોકો દ્વારા શહેરમાં થતા ગેરકાયદેસર બાંધકામો સામે હપ્તા લેવામાં આવી રહ્યા છે. તેવી અનેક વખત ફરિયાદો ઉઠી રહી છે. કોઈપણ સ્થળે ગેરકાયદેસર બાંધકામ થતું હોય આ પ્રકારના લોકો ત્યાં પહોંચી જાય છે. અને બાંધકામ કરનાર મોટો હપ્તો લઈ આ બાબતની જાણ ટીપી વિભાગને પણ કરતા હોય છે. પરિણામે ટાઉન પ્લાનિંગ વિભાગના અમુક અધિકારીઓની મિલિભગત અથવા માથાભારે લોકોના ડરના કારણે કોઈ કાર્યવાહી થતી નથી તેવી પણ લોકોમાં ચર્ચા થઇ રહી છેેે.તેજ રીતે સામાકાંઠે રણછોડનગર સદગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા માસ્ટર માઇન્ડ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ટીપી અધિકારીઓ દ્વારા નોટીસો પાઠવાઇ છતાં બે રોકટોક બાંધકામ હજુ ચાલુ જ છે. કમિશનરનો વિજલેન્સ તપાસનો આદેશ હોવા છતાં પણ હજુ બાંધકામ ધમધમે છે, મોટા રાજકીયવગ ધરાવતાની ભલામણની આશંકા સેવાઇ રહી છે. આ અંગે બાંધકામ અંગે ટીપી અધિકારીઓએ વહીવટ કર્યોની સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. આટલી મોટી ક્યા રાજકીય લોકોની વગ હશે કે તે હજુ સુધી નોટીસ પાઠવાયા બાદ પણ કામગીરી ચાલુ છે તે એક તપાસનો વિષય ગણી શકાય આગામી દિવસોમાં મ્યુ.કમિશનર દ્વારા આ બાંધકામ અંગે રીપોર્ટ મેળવીને શું ડિમોલીશન કરવામાં આવશે તે વાત પર સૌની નજર છે.ગેરકાયદેસર બાંધકામ અંગે ટીપી અધિકારી વિપુલ મકવાણા પાસેથી માહિતી લેતા તેને જણાવ્યું હતું કે અનેક વખત બાંધકામને અટકાવવામાં આવ્યું છે. નોટીસો પણ બંને ફાળવી દેવામાં આવી છે.
Read About Weather here
પણ પાછળથી બાંધકામ શરૂ કરી દેવામાં આવે છે આગળ હવે જે નિયમઅનુસાર કાર્યવાહી કરવામાં આવશે. પણ કોઇ કાર્યવાહી તંત્ર દ્વારા પર કરવામાં આવતી નથી અથવા તો કરવા માંગતા હોવા છતાં પણ કરી શકતા નથી તેવી વાત વહેતી થઇ છે.ફૂટપાથ તેમજ રોડ ઉપર થતા ગેરકાયદેસર બાંધકામોને રોકવાની કાર્યવાહી કરવામાં આવશે. ટીમ દ્વારા તેમને આપવામાં આવેલ મહાનગરપાલિકાના પ્લોટના લીસ્ટ મુજબ દરરોજ અથવા જરૂરત પડ્યે વારંવાર ચેકીંગ હાથ ધરાશે. અને ગેરકાયદેસર બાંધકામો રોકવામાં આવશે. ત્યાર બાદ આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન હાથ ધરાશે. પરંતુ હાલમાં ટીપી અધિકારીઓની મીઠી નજર હેઠળ અનેક બાંધકામ ચાલુ જ છે તે વાત કદાચ કમિશનરને ધ્યાને નહીં આવી હોય તેવુ બની શકે તેમ કહીં શકાય અને કામગીરી નહીં કરીને ટીપી અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામો ખડકાવા માંગતા હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો હોવાની વાત પણ વહેતી થઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here