ગૂંગળામણથી 7 શ્રમિકોના મોત…!

ગૂંગળામણથી 7 શ્રમિકોના મોત…!
ગૂંગળામણથી 7 શ્રમિકોના મોત…!
આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં ગૂંગળામણથી સવારે 9.30 વાગ્યાની આસપાસ શ્રમિકોને અંબાતી સુબ્બન્ના ઓઇલ ફેક્ટરીમાં બંધ પડેલા ટેન્કરની તપાસ કરવા કહેવામાં આવ્યું. રેડપ્પાએ સૌથી પહેલા મેનહોલથી ટેન્કરમાં પ્રવેશ કર્યો. થોડીવાર પછી જ્યારે રેડપ્પાનો કોઇ જવાબ ન મળ્યો તો, અન્ય ત્રણ શ્રમિકો પણ ટેન્કરમાં ઉતર્યા હતા. જ્યારે તેમને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ પડી તો તેઓ મદદ માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતા.જ્યારે 7 શ્રમિકોનાં મોત થયા હતા,એક વ્યક્તિની હાલત ગંભીર છે. સમગ્ર ઘટના ગુરુવારે પેદ્દાપુરમ મંડળના રાગમપેટા ગામમાં આવેલી ઓઇલ ફેક્ટરીમાં એક ટેન્કરની સફાઇ દરમિયાન થઇ હતી. પોલીસે કેસ દાખલ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદ તે લોકોને બચાવવા અન્ય ત્રણ શ્રમિકો પણ ટેન્કરમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસની ચપેટમાં આવ્યા અને બેભાન થઇ ગયા. જે બાદ શિવકુમાર રેડ્ડી નીચે ગયા. તેમને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ પડી, તેમણે પણ બૂમો પાડવાની શરૂઆત કરી. ત્યાર પછી બધા શ્રમિકોને બહાર કાઢીને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમાંથી 6 શ્રમિકોને મૃત જાહેર કર્યા. 7માં શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Read About Weather here

જિલ્લા ફાયર ઓફિસર વી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, હેચરી પાસે ફાયર વિભાગની એનઓસી ન હતી. રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારજનોને રૂ.10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે કંપની રૂ.15 લાખનું વળતર ચૂકવવા સંમત થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here