‘ગુલાબ’ ઝંઝાવાતનો ખતરો, તેલંગણામાં રેડ એલર્ટ

‘ગુલાબ’ ઝંઝાવાતનો ખતરો, તેલંગણામાં રેડ એલર્ટ
‘ગુલાબ’ ઝંઝાવાતનો ખતરો, તેલંગણામાં રેડ એલર્ટ

મહારાષ્ટ્રનાં કાંઠા ઉપર પણ ત્રાટકવાની શક્યતા: ગુલાબનાં જોરને કારણે ગુજરાતનાં વાતાવરણમાં પલટો: આંધ્રનાં વિશાખાપટ્ટનમ સહિતનાં વિસ્તારોમાં મેઘતાંડવ

પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સાનાં કારણે નબળા પડેલા અને ફંટાઈ ગયેલા ગુલાબ વાવાઝોડાથી તેલંગણા અને મહારાષ્ટ્ર દરિયાકાંઠે ખતરો ઉભો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન ખાતાની ચેતવણીને પગલે તેલંગણા અને મહારાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુલાબનાં ફટકાને કારણે ગુજરાત સહિતનાં આ ત્રણ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

તેલંગણાનાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તમામ સરકારી કચેરીઓ અને શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આંધ્રનાં વિશાખાપટ્ટનમમાં ભારે વર્ષાતાંડવથી 30 વર્ષનો વિક્રમ તુટ્યો છે.

સોમવારે ભારે વરસાદથી આખું શહેર જળબંબાકાર થઇ ગયું હતું.એમ.ડી.આર.એફ ની ટીમોને સતર્ક કરવામાં આવી છે. રવિવારે આંધ્રનાં કાંઠે ગુલાબ વાવાઝોડાએ લેન્ડફોલ કર્યા બાદ ત્રણનાં મોત થયાનું નોંધાયું હતું.

હવે ડિપ્રેશનમાં પલટાઈ ગયેલા ગુલાબ વાવાઝોડાએ તેલંગણા અને મહારાષ્ટ્રમાં મરાઠાવાડા તથા વિદર્ભ વિસ્તાર પર આગેકુચ કર્યાનું જોકે કાંઠે પહોંચતા પહોંચતા વાવાઝોડું લો-પ્રેશરમાં તબદીલ થઇ જવાની આગાહી કરી છે.

આંધ્રમાં વાવાઝોડાને કારણે 3 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સોમવારે ગુલાબની અસરથી તોફાની અસર થતા સમગ્ર હૈદરાબાદ પાણી પાણી થઇ ગયું હતું. સીડીપેડ જિલ્લામાં ભારે પાણીનાં પ્રવાહમાં બે વ્યક્તિઓ તણાઈ ગઈ હતી.

બંને રાજ્યોમાં રાહત અને બચાવ ટીમોને સતર્ક કરવામાં આવી છે. 6 રાજ્યોમાં ગુલાબની અસર થઇ શકે છે.

Read About Weather here

કેરળનાં 14 જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્રનાં અમૂક જિલ્લાઓમાં ઓરેન્જ અને કેરળમાં ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here