ગોપાલ રત્ન એવોર્ડથી વિભૂષિત આચાર્ય ઘનશ્યામજી મહારાજ તા. 9 મી જૂને માણાવદરના અનસુયા ગૌ ધામની મુલાકાત લેશે.મહાન દાનવીર સ્મરણાર્થે માણાવદરમાં સાડા ત્રણ વીઘામાં વિસ્તરેલ અનસુયા ગૌ ધામ અન્ય ગૌશાળા કરતા અનેક રીતે વિશિષ્ટતા ધરાવતું હોય જેથી તેની મુલાકાતે સંતો- મહંતો આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ ગૌ ધામમાં 28 થી 30 જેટલી અલગ-અલગ પ્રકારની ઔષધિઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જે અહીંની અસલ ગીર ગાયોને ખવડાવવામાં આવે છે તેથી તેના ગુણવત્તા અનેક ગણી વધી જાય છે.
Read About Weather here
આ ગૌ ધામની વિશિષ્ટ સેવા સંવર્ધનની ખ્યાતિ સાંભળી ગોંડલની જાણીતી ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય કે જેમને તેમના પિતાના – જ્ઞાન કૌશલ્ય વારસામાં મળ્યા છે અને જેમને ઘોડા સંવર્ધક તરીકે નામના મેળવી છે તેવા અને પશુ સંવર્ધન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કારમાનો “ગોપાલ રત્ન એવોર્ડ મેળવ્યો એવા આચાર્ય ઘનશ્યામજી મહારાજ 9મી જુને માણાવદર અનસુયા ગૌ ધામની મુલાકાતે આવી રહ્યા હોય જેથી તેમનું મહત્વ અનેકગણું વધી જાય છે. તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here