ગુટખા થૂંકવા જતાં બસનું બેલેન્સ બગડ્યું…!

ગુટખા થૂંકવા જતાં બસનું બેલેન્સ બગડ્યું…!
ગુટખા થૂંકવા જતાં બસનું બેલેન્સ બગડ્યું…!
એક ખાનગી ટ્રાવેલબસ અમદાવાદથી કાનપુર જઈ રહી હતી. રાજસ્થાનના કોટાના સિમલિયા પોલીસ સ્ટેશનની હદમાં મંગળવારે સવારે રોડ એક્સીડન્ટ થયો હતો જેમાં 4 યાત્રિકોના મોત નિપજ્યા છે બસમાં લગભગ 45 સવારીઓ બેઠા હતા. 3 વાગ્યે કોટા-બારાં હાઈવે 27 પર સિમલિયા નજીક બસ ડ્રાઈવરે ગુટખા થૂંકવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન તેનું બેલેન્સ બગડ્યું અને રસ્તા પર ઊભેલા ટ્રેલર સાથે અથડાઈ ગઈ.

Visit Saurashtra Kranti Homepage here

દુર્ઘટનામાં 4 યાત્રિકોના મોત થયા છે.

દુર્ઘટનામાં એમપીના એક અને યુપીના 2 યાત્રિકોના મોત નિપજ્યા છે. એક યાત્રીની ઓળખ થી નથી. 5 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.દુર્ઘટના પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યાત્રિકોને બસની બહાર કાઢ્યા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. સવારે ગ્રામીણ એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા.

Read About Weather here

મૃતકમાં બે આ બસના જ ડ્રાઈવર છે, જે બસમાં સુઈ રહ્યાં હતા. જેમને શિફ્ટમાં બસ ચલાવવાની હતી. બંનેના ઊંઘમાં જ મોત થઈ ગયા છે. દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.DSP નેત્રપાલે જણાવ્યું કે 3 વાગ્યે બેલેન્સ બગડવાને કારણે બસ ડ્રાઈવરે આગળ ઊભેલા ટ્રેલરને ટક્કર મારી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here