પંચાયતી રાજના પદાધિકારી માટે અધ્યતન તાલીમ કેન્દ્ર બનાવવા સહીતની કરાઈ રજૂઆત
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે વિવિધ જન હિતકારી વિકાસ કાર્યોને વેગ મળ્યો છે અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગુજરાતની પ્રત્યેક જીલ્લા પચાયત અને ગ્રામ પંચાયત આત્મ નિર્ભર પંચાયત બનાવવાનો નિર્ધાર ગુજરાતની ભાજપ સરકારે વ્યક્ત કર્યો છે
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત પરિષદના હોદેદારોની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વર્તમાન પંચાયતી રાજના પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ મુખ્યત્વે ગુજરાત પંચાયત પરિષદ અને રાજ્ય સરકારના સહયોગથી પંચાયતી રાજના પદાધિકારી માટે અધ્યતન તાલીમ કેન્દ્ર બનાવવા અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવેલ.તેમજ આ તાલીમકેન્દ્ર અધ્યતન બને અને રાજ્યના તમામ સ્તરના પંચાયતી રાજના પદાધિકારીઓને પંચાયતી રાજ વ્યવસ્થા અંગે સંપૂર્ણ તાલીમ મળી રહે તે પ્રકારનું અધ્યતન તાલીમ કેન્દ્ર બનશે.
Read About Weather here
આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને પંચાયત પરિષદના ઉપાધ્યક્ષ ભુપતભાઈ બોદરે પંચાયત વિભાગને લગત વિવિધ પ્રશ્ર્નો જેવા કે જેમ પોર્ટલમાં ખરીદી કરવામાં ગ્રામ્ય લેવલે પડતી મુશ્કેલીઓ , રાજકોટ જિલ્લા પંચાયત ભવનના નવા બિલ્ડીંગને સૈદ્ધાંતિક મંજૂરી, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં ઘટતા સ્ટાફની પૂર્તતા કરવા, ગ્રામ્ય વિસ્તારમાં મંજુર થતા નવા રોડ રસ્તાઓને જૂની ટ્રાફિક પેટર્નના બદલે વર્તમાન ટ્રાફિક પેટર્નને ધ્યાનમાં રાખી વધારે થિકનેસ અને ગુણવત્તા યુક્ત રસ્તાઓ બનાવવા, ગ્રામ્ય વિસ્તારના જે ગામોમાં ભૂગર્ગ ગટર તેમજ પાણીના કામો પૂર્ણ થઈ ગયેલા છે ત્યા ઉદ્ભવતા ટાઇડ-અનટાઇડ ગ્રાન્ટના પ્રશ્ર્નો અંગે વિગતવાર રજૂઆત કરી તેમજ રાજકોટ જીલ્લા પંચાયત તરફ થી સરકારમાં મોકલાવેલ 15માં નાણાપંચના આયોજનને ઝડપી મંજૂરી આપવીજેવા મુદ્દે વિગતવાર રજુઆત પંચાયત પરિષદની બેઠકમા તેમજ આ તમામ બાબતો અંગે રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here