રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલ ગાર્ડી વિદ્યાપીઠ કે જે યુનિવર્સિટી કક્ષાના આધુનિક કેમ્પસમાં વિવિધ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ, એમબીએ, હોમિયોપેથી, એન્જિનિયરિંગ અને નર્સિંગ શાખામાં અભ્યાસક્રમો ધરાવે છે. તેની અર્બન ગુજરાતી કોમેડી મુવી ‘જયસુખ ઝડપાયો’ ના કલાકારો, ડિરેકટર તથા ટેકનીકલ ટીમે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા, અભિનેતા જીમિત ત્રિવેદી તથા અભિનેત્રભી પૂજા જોશી તથા ફિલ્મની ટીમનું સ્વાગત ગાર્ડી વિદ્યાપીઠ વનનેસ કમિટીના સભ્યો, એકિડમિક તથા એડમીન સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.કેમ્પસમાં આવેલ વિશાળ ઓડીટોરીયમમાં ફિલ્મના સભ્યોએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને આ ફિલ્મ કઈ રીતે જાહેમત પૂર્વક બનાવવામાં આવી છે તે જણાવ્યું હતું. ગાર્ડી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્ટાર કાસ્ટ સાથે સ્ટેજ શેર કર્યું હતું અને સેલ્ફીની મજા માણી હતી.આ મુલાકાત વિશે વધુ જાણવતા એમબીએ ડિપાર્ટમેન્ટના વડા પ્રો. નિલેશ અંકલેશ્વરીયા એ કહ્યું હતું કે ‘જયસુખ ઝડપાયો’ જેવી અર્બન ગુજરાતી ફિલ્મ આગામી સમયમાં પ્રાદેશિક ફિલ્મો માટે સિમાચિન્હ બની રહેશે.
Read About Weather here
આયુર્વેદ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. નિરજ મહેતા એ જણાવ્યું હતું કે, પ્રોફેશનલ એપ્રોચથી થતું ફિલ્મ નિર્માણ અને મોટા બજેટથી મળતું પ્રોત્સાહન તથા પોસ્ટ પ્રોડકશન પ્લાનીંગ આપણી પ્રાદેશિક ફિલ્મોને આગામી સમયમાં હાલની સાઉથની ફિલ્મોની જેમ પ્રસ્તુત બનાવશે. ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી. વી. મહેતા, વાઈસ ચેરમેન કિરણભાઈ શાહ અને મેનેજિંગ ડિરેક્ટર જયભાઇ મહેતા એ ‘જયસુખ જડપાયો’ ફિલ્મના સભ્યોની કેમ્પસ વિઝીટ અંગે જણાવ્યું હતું કે, આવી મનોરંજન સભર ફિલ્મો હજુ વધુ બનવી જોઈએ કે જેને આખો પરિવાર સાથે બેસીને નિહાળી શકે. તેઓએ ફિલ્મના ડિરેક્ટર અને સ્ટાર કાસ્ટને તેની આવનારી કોમેડી ફિલ્મને ભરપૂર સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here