ગુજરાતીઓને વિશ્વકક્ષાનો બીચ મળશે, દ્વારકા નજીક શિવરાજપુર બીચને વિકસાવવાનું આયોજન

ગુજરાતીઓને વિશ્વકક્ષાનો બીચ મળશે, દ્વારકા નજીક શિવરાજપુર બીચને વિકસાવવાનું આયોજન
ગુજરાતીઓને વિશ્વકક્ષાનો બીચ મળશે, દ્વારકા નજીક શિવરાજપુર બીચને વિકસાવવાનું આયોજન

ભારત સરકારના વર્લ્ડ બેંક આયોજીત પ્રોજેક્ટ અંતર્ગત શિવરાજપુર બીચની પસંદગી

ગુજરાતના વિશાળ દરિયાકાંઠે સંખ્યાબંધ બીચ આવેલા છે પરંતુ હવે ગુજરાતીઓને વિશ્ર્વકક્ષાના બીચનો લ્હાવો માણવા મળશે. વિશ્ર્વ બેંકના પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકારે દ્વારકા પાસે આવેલા શિવરાજપુરની પસંદગી કરી છે તો રાજ્ય સરકાર અહીં સર્વોતમ બીચ બનાવવાનું આયોજન કરી રહી છે. દેશમાં ગોવા પછીનો આ બીજો ગ્રીનફિલ્ડ બીચ બનશે. ઘોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ શિવરાજપુર પણ ટેન્ટ સિટી બનશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતનો 1600 કિમીનો દરિયા કિનારો પ્રવાસન માટેની પુષ્કળ તકો ધરાવે છે. દરિયાઈ પ્રવાસનને વેગ આપવા ગુજરાત સરકારે શિવરાજપુરમાં વર્લ્ડક્લાસ બીચ બનાવવાનું કામ શરૂ કર્યું છે. અત્યારે રાજ્યમાં માંડવી, ડુમ્મસ, સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં દરિયાકાંઠે પ્રવાસીઓ આવે છે. શિવરાજપુર બીચ ખુબ સુરક્ષિત માનવામાં આવે છે. અહીં ટેન્ટસિટી બનાવવાની કામગીરી રાજ્યના ટુરીઝમ વિભાગે શરૂ કરી દીધી છે. દ્વારકા તીર્થસ્થાન પણ છે અને તેની બાજુમાં બીચ બનવાથી ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળશે.

Read About Weather here

પ્રથમ તબક્કે રૂ.200 કરોડનો ખર્ચ થશે. તેવું રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાત અત્યારે ટુરીઝમમાં દેશમાં નંબર.1 છે. કેમકે 20 તીર્થસ્થળો પર લાઈવ દર્શનની સુવિધા છે અને 153 જેટલી ઇવેન્ટનું આયોજન થાય છે. શિવરાજપુરની ખાસિયત જાણીએ તો બિલકુલ પ્રદુષણ મુક્ત, ચોખ્ખું પાણી ધરાવતો દરિયાકાંઠો છે. એશિયાના બીજા શ્રેષ્ઠ બીચ તરીકે વિશ્વ બેંકની યાદીમાં સામેલ છે. ભારતના પ્રથમ બ્લુ ફ્લેગ બીચનું સર્ટીફીકેટ મળ્યું છે. અહીં શ્રેષ્ઠ દરિયાઈ જીવ સૃષ્ટિનો લ્હાવો લેવાની પણ તક મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here