ગુજરાતમાં 8 નવી મેડિકલ કોલેજ સ્થાપવાની જોશભેર તૈયારીઓ

ગુજરાતમાં 8 નવી મેડિકલ કોલેજ સ્થાપવાની જોશભેર તૈયારીઓ
ગુજરાતમાં 8 નવી મેડિકલ કોલેજ સ્થાપવાની જોશભેર તૈયારીઓ

આગામી બે વર્ષમાં જ શરૂ કરી દેવાની ભુપેન્દ્ર પટેલ સરકારની ગણતરી: એમબીબીએસની નવી 1200 બેઠકો ઉમેરાય જવાનો સંભવ, વિદ્યાર્થીઓને તક: હાલ રાજયમાં 5508 બેઠકો ધરાવતી 30 જેટલી મેડિકલ કોલેજ કાર્યરત: 2022 સુધીમાં મોરબી, પોરબંદર અને ગોધરામાં નવી મેડિકલ કોલેજ થશે

ગુજરાતમાં 2022 સુધીમાં 8 નવી મેડિકલ કોલેજ શરૂ કરી દેવા માટે રાજય સરકારે જોરદાર તૈયારીઓનો આરંભ કરી દીધો છે. રાજયમાં આવતા બે વર્ષની અંદર નવી કોલેજો કાર્યરત થઇ જાય એવું આયોજન કરવામાં આવી રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના પગલે એમબીબીએસની નવી 1200 બેઠકોનો ઉમેરો કરશે તેવું રાજય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ કક્ષાના સુત્રોએ જણાવ્યું હતું.અત્યારે રાજયમાં કુલ 5508 બેઠકો ધરાવતી 30 જેટલી મેડિકલ કોલેજ ચાલી રહી છે.

પ્રવેશ માટેની પ્રક્રિયા ખાસ સમિતિ દ્વારા કરવામાં આવે છે. અન્ય બે ડીમ્ડ યુનિવર્સિટી હસ્તક પણ 300 મેડિકલ બેઠકો છે જેની પ્રવેશ પ્રક્રિયા કોલેજ કક્ષાએ જ કરવામાં આવે છે. તેમાં સમિતિ ભાગ ભજવતી નથી.

સુત્રોએ જણાવ્યા મુજબ રાજયના મોરબી, પોરબંદર અને ગોધરા સહિતના વિસ્તારોમાં 2022 સુધીમાં નવી મેડિકલ કોલેજ શરૂ થઇ જવાની ધારણા રાખવામાં આવે છે. નેશનલ મેડિકલ કમીશન દ્વારા નિરીક્ષણની પ્રક્રિયા પણ પુરી કરી લેવામાં આવી છે.

દરેક મેડિકલ કોલેજમાં 150 બેઠક હશે તેમ આરોગ્ય ખાતાનું નિવેદન જણાવે છે.રાજપીપડા, નવસારી, જામખંભાડીયા, બોટાદ અને વેરાવળમાં પણ આવતા શૈક્ષણિક વર્ષથી નવી મેડિકલ કોલેજ શરૂ કરી દેવાની તૈયારીઓ જોશભેર શરૂ કરી દેવામાં આવી છે.

રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો સંપર્ક સાધવામાં આવતા એમનો સંપર્ક થઇ શકયો નથી. પરંતુ સુત્રો એ માહિતી આપી છે કે, રાજયના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય એવું આયોજન ભુપેન્દ્ર પટેલ સરકાર કરી રહી છે.

જે જિલ્લામાં એકપણ મેડિકલ કોલેજ ન હોય એવા 7 જિલ્લામાં વધારાની 7 મેડિકલ કોલેજ ઉભી કરવાની રહેશે. આ યોજના કેન્દ્ર સરકારના દ્રષ્ટિકોણ મુજબ અમલમાં મુકવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ સપનું છે

કે, આગામી પાંચ વર્ષમાં દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ શરૂ થઇ જવી જોઇએ.2014થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે દેશમાં નવી 157 મેકિડલ કોલેજ માટે મંજુરી આપી છે જેમાં કુલ રૂ.17691 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.

આ તમામ કામગીરી પુરી થવાથી મેડિકલમાં અંડર ગ્રેજયુએટની 16 હજાર બેઠકો ઉમેરાશે. એ પૈકીની 6500 બેઠકોનો ઉમેરો થઇ ચુકયો છે. 64 નવી મેડિકલ કોલેજ દેશમાં કાર્યકરત થઇ ગઇ છે. જેના કારણે 6500 બેઠકોનો વધારો થઇ ગયો છે.

ગ્રેજયુએટ મેડિકલ સીટ 82500 જેટલી છે એ વધારીને 1 લાખ બેઠકો સુધી લઇ જવાનું લક્ષ્યાંક કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એમબીબીએસનો અભ્યાસ કરાવતી દેશની 550 મેડિકલ કોલેજમાંથી 49% સરકારની છે

Read About Weather here

અને અન્ય કોલેજ સેલ્ફફાયન્સ કોલેજ છે અથવા પીપીપી ધોરણે ચલાવવામાં આવી રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here