સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં વરસ્યો છે. ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પાટણ અને ખેડાના વિસ્તારોમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે પાકને પારાવાર નુકસાની થવા પામી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પણ પલળી જવા પામી છે.
Read About Weather here
રાજ્યમાં આગામી 2 દિવસ હજુ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા માવઠાના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here