ગુજરાતમાં વાતાવરણનો પક્ષપલટો…!

ગુજરાતમાં વાતાવરણનો પક્ષપલટો…!
ગુજરાતમાં વાતાવરણનો પક્ષપલટો…!
જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં.  દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડમાં તેજ પવનો સાથે ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે ગરમીમાં રાહત મળી હતી. જ્યારે રાજકોટમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડતા માત્ર એક કલાકમાં તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો.વલસાડમાં મંગળવારે સવારે 8થી 8.30 વાગ્યાના સુમારે ઝાપટાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેજ પવનના કારણે તિથલ બીચ પર સ્ટોલ્સના મંડપો પણ તૂટી પડ્યા હતા. હવામાન વિશેષજ્ઞના મત મુજબ આ ચોમાસાનો વરસાદ નથી પરંતુ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરથી વરસાદ થયો છે. બીલીમોરા શહેરમાં મંગળવાર સવારે 20 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો.નવસારી સ્થિત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાત ડૉ.સી.કે.ટીમ્બડિયાએ જણાવ્યું હતું કે વરસાદી વાતાવરણના કારણે પાક પર માઠી અસર જોવા મળશે. ખાસ કરીને કેરી લગભગ જે 20 ટકા આંબા પર જોવા મળતી હતી તે પણ હવે કદાચ જોવા નહીં મળે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.જી.આર.ગોહિલે જણાવ્યું હતું કે અત્યારે ખેતરમાં તલ ઉભા હોય છે. જેનો નિકાલ કરતા 15 દિવસનો સમય લાગતો હોય છે.

Read About Weather here

જો તેના પર અડધો ઈંચ વરસાદ પડે તો તલનો પાક પણ બગડી જાય.ગત વર્ષની સરખામણીએ આ વખતે કેરીનો પાક 40 ટકા ઓછો છે.રાજકોટમાં સાંજે 6 કલાકે વરસાદ શરૂ થયો હતો અને જોત-જોતામાં 10 મિનિટમાં અડધો ઈંચ અને પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરના રાજકોટના અલગ- અલગ વિસ્તારમાં 5 કલાક સુધી 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને સાંજે વરસાદ થયા બાદ 6 કલાક પછી 27 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચોમાસા સુધી આવું જ વાતાવરણ રહેશે.હાલ જે સ્થિતિનું નિમાર્ણ થયું છે ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણ બદલાયું છે તેનું મુખ્ય કારણ વેર્સ્ટન ડિસ્ટબન્સ છે. ચોમાસુ 15 જૂનની આસપાસથી શરૂઆત થશે.તાજેતરમાં જ ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે લો પ્રેશરની સ્થિતિ સર્જાતા રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં હવાનું ચક્રવાત બન્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here