ગુજરાતમાં માં અંબાના આરાધના પર્વનો આજથી આસ્થાભેર પ્રારંભ

ગુજરાતમાં માં અંબાના આરાધના પર્વનો આજથી આસ્થાભેર પ્રારંભ
ગુજરાતમાં માં અંબાના આરાધના પર્વનો આજથી આસ્થાભેર પ્રારંભ

અનેક જિલ્લાઓમાં કોરોના નિયમો અમલમાં તથા ખેલૈયાઓમાં થનગનાટ: રાજ્યનાં તમામ મંદિરોમાં શુભ મુહૂર્ત જોઇને ઘટની સ્થાપના કરવાનું શરૂ: પાર્ટી પ્લોટ અને મેદાનોમાં નહીં પણ લત્તે-લત્તે શેરી ગરબા રમાશે: ગરબા સ્થળે રસીકરણ કરાવનાર જ રાસ-ગરબામાં ભાગ લઇ શકશે: દરેક ગરબીનાં સ્થળે રસીકરણ કરવાની વ્યવસ્થા, ધન્વંતરી રથ ફાળવાયા

આજથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માં આદ્યશક્તિની આરાધનાનાં પર્વ શરદ નવરાત્રીનો આસ્થા સાથે શુભારંભ થયો છે. કોરોના મહામારીને કારણે 18 મહિનાથી કોઈ પર્વ રંગેચંગે ઉજવી શકાયું ન હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ વખતે પહેલીવાર રાજ્યભરમાં ચોક્કસ નિયમ અને નિયંત્રણનાં ઓથાર વચ્ચે નવરંગી નવરાત્રી મહોત્સવનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

અલબત આ વખતનાં શરદ નવરાત્રી પર્વમાં કોઈ પાર્ટીપ્લોટ કે મોટા મેદાનોમાં ગરબી કે ડિસ્કો દાંડિયાની આયોજનની છૂટ અપાઈ નથી પણ લત્તે-લત્તે પરંપરાગત ઢબે માં અંબાની આરાધના માટે શેરી ગરબા રમવાની છૂટ અપાઈ છે.

શહેરો અને ગામોમાં અને તાલુકા મથકોમાં હજારો સ્થળે શેરી ગરબાનાં આયોજનો કરવામાં આવ્યા છે. આજે સાંજ પડતા જ અને સૂર્યનાં અસ્થ થવા સાથે રાજ્યની રાત રઢિયાળી બનવા લાગશે.

દરેક શેરી ગરબામાં ભાગ લેનાર માટે કોરોના વેક્સિન લેવાનું ફરજીયાત બનશે. ગઈકાલે પણ રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. તેમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવ્યું છે

કે, રસી લીધી હોય એવા ખેલૈયા જ રાસ-ગરબા માં ભાગ લઇ શકશે. હજારો ખેલૈયાનાં ઉત્સાહને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે આપેલા આદેશ મુજબ દરેક ગરબી સ્થળે વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

જે વ્યક્તિએ રસી લીધી ન હોય તેને સ્થળ પર વેક્સિન આપવામાં આવશે અને બાદમાં ગરબામાં ભાગ લઇ શકશે. આ માટે રાજ્ય સરકારે તાલુકા દીઠ એક ધન્વંતરી રથની ફાળવણી કરી છે.

જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકાતંત્રને રાજ્ય સરકારે દરેક ગરબી સ્થળે મોનીટરીંગ રાખવાની સુચના આપી છે. જે ગરબી આયોજક તંત્રને સહકાર નહીં આપે તેની સામે તુરંત ફરિયાદ નોંધાવવામાં આવશે અને તાત્કાલિક પગલા લેવામાં આવશે.

નવ દિવસ સુધી ભક્તો માતાજીની સ્તુતિ અને પૂજા અર્ચનામાં લીન બની જશે. રાજ્યનાં તમામ પ્રસિધ્ધ ધર્મસ્થાનોમાં ગરબી તો એક જ દિવસ માટે યોજાશે પરંતુ નવ દિવસ સુધી સવાર સાંજ આરતીનાં કાર્યક્રમ યોજાશે.

કોવિડ પ્રોટોકોલ મુજબ ભક્તો દર્શન, આરતી અને પૂજામાં ભાગ લઇ શકશે. કચ્છનું આશાપુરા મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, કૃષ્ણભૂમિ દ્વારકા, ડાકોરનાં રણછોડરાયનું મંદિર સહિતનાં તમામ મંદિરો અને ધર્મ સ્થાનોને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.

Read About Weather here

દરેક ધર્મસ્થાનોમાં શુભ મુહુર્ત જોઇને ઘટની સ્થાપના કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી મંદિરોમાં માતાજીનાં ભક્ત ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા અને આરતી તથા પૂજામાં ભાગ લીધો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here