ગુજરાતમાં પહેલીવાર સોયાબીનની ટેકાનાં ભાવે ખરીદી

ગુજરાતમાં પહેલીવાર સોયાબીનની ટેકાનાં ભાવે ખરીદી
ગુજરાતમાં પહેલીવાર સોયાબીનની ટેકાનાં ભાવે ખરીદી

રાજ્ય સરકારનાં મહત્વનાં નિર્ણયથી ખેડૂતો રાજીરાજી: ખરીફ પાકની ખરીદીનાં ભાવ પણ સરકારે જાહેર કર્યા

ગુજરાતમાં પહેલીવખત રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી સોયાબીનની ટેકાનાં ભાવે ખરીદી કરવા જઈ રહી છે. એ માટેનાં લઘુતમ ટેકાનાં ભાવ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે તેવું રાજ્યનાં પુરવઠા વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં 2 લાખ હેક્ટર જમીન પર વિક્રમી સંખ્યામાં સોયાબીનનો પાક થયો છે. એટલે રાજ્ય સરકારે પ્રતિકક્વિન્ટલ રૂ. 3950 નાં ભાવે ખેડૂતો પાસેથી પહેલીવખત સોયાબીનની ખરીદી કરવાનું જાહેર કર્યું છે.

સરકાર એમ.એસ.પી થી ખરીદી કરતી હોય એવો આ સાતમો પાક છે.રાજ્યનાં ખેડૂતો સોયાબીન સરકારને વહેંચવા માટે આઈ-કિસાન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે.

દરેક ગામમાંથી કોમ્પ્યુટર મારફત રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ અખબારોમાં એક જાહેર ખબર પ્રસિધ્ધ કરવામાં આવી છે.

જેમાં લીલા ચણા, કાળી દાળ અને સોયાબીનની ખરીદી કરવા સરકારે લઘુતમ ટેકાનાં ભાવ જાહેર કર્યા છે. લીલા ચણાનો ભાવ રૂ. 7275, કાળી દાળનો ભાવ 6300 અને સોયાબીનનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 3950 નક્કી કરવામાં આવ્યો છે.

નિગમ મારફત રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીફ પાકની ખરીદી કરશે એવું જાહેર કરવામાં આવ્યું છે.

ખેડૂતો માટે 11 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. કેન્દ્ર સરકારે કૃષિ જણસોનું જે ભાવ બાંધણું કર્યું છે એ નિયમ મુજબ રાજ્યમાં ભાવ નક્કી કરવામાં આવ્યું છે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેર કર્યું હતું.

ગુજરાતમાં સોયાબીનનાં વાવેતરમાં આ વર્ષે ખરીફ સીઝનમાં 74 ટકા જેટલો જોરદાર ઉછાળો નોંધાયો છે. સરકાર ખૂદ ખરીદી કરી રહી હોય એવો આ બીજો તેલીબીયા પાક છે.

મોટાપાયે વાવેતર થયું હોવાથી સરકારે ઓપન બજારમાં ખેડૂતોને ખોટ ન જાય એટલે માટે જાતે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે જો કે હજી ગુજરાતને સોયાબીન પ્રાપ્તિનો ક્વોટા ફાળવ્યો નથી.

લીલા ચણા અને કાળી દાળ માટેનો ક્વોટા ફાળવી દેવાયો છે. ગુજરાતમાં સોયાબીનનું સૌથી વધુ વાવેતર દાહોદ અને અરવલ્લી જિલ્લામાં થાય છે

Read About Weather here

પણ છેલ્લી બે સીઝનથી સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ વાવેતર થવા લાગ્યું છે. સૌરાષ્ટ્રનાં કુલ 8 જિલ્લામાં વાવેતર થયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here