ગુજરાતમાં દારૂબંધી વાતો વચ્ચે 9 બોટલ દારૂ પી ધંધુકા હાઇ-વે પર 120ની સ્પીડમાં કાર હકારતાં લોક સાહિત્યકાર!

ગુજરાતમાં દારૂબંધી
ગુજરાતમાં દારૂબંધી

ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે?

લોક સાહિત્યકાર અને બુટલેગર સામે કાર્યવાહી થશે કે કેમ ? જો અકસ્માતમાં કોઈ નિર્દોષનો ભોગ લેવાયો હોત તો જવાબદાર કોણ ? સોશિયલ મીડિયામાં વિડીયો મુકાયા બાદ લોકમાં ભારે ટીકા ; વૈજ્ઞાનિક યુગમાં સ્ટેજ પરથી અંધશ્રદ્ધા ફેલાવી કેટલી યોગ્ય ?

Subscribe Saurashtra Kranti here

અમદાવાદના દુધેશ્વર રોડ પર ચાલી વિસ્તારમાં શ્રી યુવા મિત્ર મંડળ આયોજિત એક ધાર્મિક કાર્યક્રમનો વિડીયો યુટ્યુબ પર ડાકલા – તંત્ર મ્યુઝિક નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા બાદ લોકગાયક પ્રભાત સોલંકી વિરુદ્ધમાં ભક્તજનોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. ભાવુક થયેલા લોક ગાયક પ્રભાત સોલંકીએ પોતના પારિવારિક પ્રશ્ર્નોનું પરિવાર સાથે બેઠક કરી.

ધાર્મિક કાર્યક્રમમાં લોકગાયક પ્રભાત સોલંકીએ જણાવ્યું હતું કે પારિવારિક દુ:ખ પડતા પોતે બુટલેગરને ફોન કરી રૂ.1200 ની કિંમતની 8 બોટલ વિદેશી દારૂ મંગાવીને રૂ. 12000ની ચુકવણી કરે છે. બાદમાં પાણી કે સોડા મિક્ષ કર્યા વગર જ કોરે કોરો દારૂ ગટગટાવી જઈને પોતાની લક્ઝુરિયસ ગાડીનો સેલ્ફ મારી 110 ની સ્પીડમાં ધોળકા થી ધંધુકા જાય છે. બાદમાં બગોદરા હાઇવેનો 74 કી. મીનો રૂટ કાપી નાખીને ગણતરીની કલાકોમાં જ ઘરે પરત ફરે છે.

આ શબ્દો સાંભળ્યા બાદ લોકોમાં ચર્ચા જાગી છે ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે અને પીવાય છે,ઘણા લોક ગાયક કલાકારો સુધી દારૂ પહોંચાડવામાં પણ બુટલેગરો સક્રિય છે, નાના વર્ગથી મોટા વર્ગ સુધી માગ્યો દારૂ મળી રહ્યો છે, તો પોલીસ શુ કામગીરી કરી છે ? 74 કિમિ સુધીના વિસ્તારોમાં કેમ કોઈ પોલીસ અધિકારીએ લકઝરી ગાડીને અટકાવી તલાશી લીધી નહિ હોય ? બગોદરા હાઇવે પર 110 ની સ્પીડમાં ગાડી ચલાવ્યા બાદ અકસ્માત સર્જાયો હોય તો જવાબદાર કોણ હોત ?

અમદાવાદ પોલીસે કેમ ગાયક કલાકાર સામે કે બુટલેગર સામે કાર્યવાહી નો કરી ? આ વીડિયો સાંભળ્યા બાદ લોકોમાં આશ્ચર્ય જાગ્યું છે કે બુટલેગરો પૈસા લઈ પોષ વિસ્તરમાં દારૂની હોમ ડિલિવરી પણ કરતા હશે ? માતાના ભજનિકો આવું કરે ? ધાર્મિક કાર્યક્રમમાં લોકગાયક પ્રભાત સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે લીંબડીના એક ફકીરે પોતાન પર કાળું જાદુ કર્યાનું પત્નીને જણાવ્યું હતું.પત્નીની કેન્સરની બીમારી અંગે રાત્રીના માતાજીનો પાઠ માંગી કેન્સર મટી જાય તેવી પ્રાથના કરી માંડવો કરવાની માનતા માની હતી.બાદમાં ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા કેન્સરની ગાંઠ નહિ હોવાનું માત્ર 25 વર્ષ જૂની દૂધની ગાંઠ હોવાનું ખુલ્યું હતું.અંતે માતાજીની માનતા પૂર્ણ કરી હતી. અગાઉ 3.50 કરોડના ત્રણ ત્રણ બંગલા – ત્રણ લક્ઝુરિયસ ગાડી આવી જતા લોકગાયક પ્રભાત સોલંકીને અભિમાન આવી ગયાનું જાહેરમાં સ્ટેજ પરથી કબુલ્યું હતું.

Read About Weather here

આ સાંભળ્યા બાદ પણ લોકોમાં ચર્ચા જાગી છે જો માનતા રાખવાથી કેન્સર મટી જાય, તો કોઈ દર્દીઓ સિવિલ -ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવતા ન હોય, તમામ દર્દીઓ મંદિરમાં જ માનતા રાખી નિદાન ન કરાવી લે, ખાસ કરી લોક ગાયક તરીકે પ્રભાત સોલંકીએ સમાજમાં ભ્રામકતા ફેલાઈ તેવી વાતો કરવી ન જોઈએ, એક બાજુ વિજ્ઞાન જાથું સામાજિક કાર્યક્રમો કરી લોકોમાંથી અંધ શ્રદ્ધાઓ દૂર કરે છે અને નાના મોટો રોગોના કિસ્સામાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here