ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ નજીક આવી રહી છે ત્યારે રાજ્યના બે મુખ્ય પક્ષો સતાધારી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ વચ્ચે મતદારોનું ધ્યાન ખેંચવા જાતજાતની તરકીબો શરૂ કરવામાં આવી છે અને રાજ્યભરમાં બંને પક્ષો વચ્ચે પોસ્ટર યુધ્ધનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદ મહાનગરમાં સાબરમતી રીવરફ્રન્ટનો દિવાલો બંને પક્ષના પોસ્ટરોથી ભરાઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
ભાજપ અને કોંગ્રેસના પોસ્ટરો એક જ હરોળમાં બાજુ-બાજુમાં લગાડવામાં આવ્યા છે.ભાજપના પોસ્ટરો પર કમળનું નિશાન ચિતરવામાં આવ્યું છે. તેની બાજુમાં જ લગાડી દેવામાં આવેલા કોંગ્રેસના પોસ્ટરોનો પંજાના ફોટાની સાથે સૂચક રીતે ગેસ સિલીન્ડરના ફોટા મુકવામાં આવ્યા છે. ગુજરાતભરમાં આ રીતે નાના-મોટા મહાનગર અને ગામડાઓની દિવાલો પક્ષના પોસ્ટરોથી સુશોભિત થઇ ગઈ છે. અમદાવાદ, જામનગર, હિંમતનગરમાં અનેક સ્થળે ભાજપની પોસ્ટર પધ્ધતિની જેમ કોંગ્રેસે પણ પોસ્ટર પ્રચાર તરકીબનો આશરો લીધો છે. અમદાવાદના એલીસબ્રિજ, રીવરફ્રન્ટ તથા પૂર્વ અને પશ્ર્ચિમના વિસ્તારોમાં દિવાલો કમળ અને પંજાના પોસ્ટરોથી ભરાઈ ગઈ છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીઓ આડે હવે માંડ 6 માસનો સમય બાકી રહ્યો છે. એટલે અમે આ રીતે પ્રચારની તરકીબ અમલમાં મૂકી છે. જેથી લોકોનું ધ્યાન ખેંચાઈ અને એમને આ વર્ષે વધુ સારો વિકલ્પ પસંદ કરવાનો સંદેશો મળી રહે.
Read About Weather here
ગેસનાં ખાસ કરીને ઘરેલું ગેસનાં બેફામ વધતા ભાવવધારા તરફ ધ્યાન દોરવા માટે જ પોસ્ટર અને પ્રચાર પત્રિકાઓમાં ગેસ સિલીન્ડરનાં ફોટા મુકવામાં આવ્યા છે. અમદાવાદ અને અન્યત્ર મહાનગરોમાં આવનારા મહિનાઓમાં ચૂંટણી પ્રચારનાં ભાગરૂપે કોંગ્રેસ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ગરબા સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પણ એક મોકો કેજરીવાલને આવા સુત્રો લખેલા પોસ્ટર અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતનાં શહેરોમાં લગાડ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમની બહાર કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ચેમ્પિયન ટીમને અભિનંદન આપવા મોટું હોર્ડીંગ મુક્યું હતું. જે અમદાવાદ મનપાએ હટાવી લીધું છે. કોંગ્રેસનાં હોર્ડીંગમાં સરદાર પટેલનું નામ લખ્યું હતું. કોંગ્રેસે હોર્ડીંગ હટાવવાના કાર્યને હલકી માનસિકતા ગણાવી વખોડી કાઢ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here