ગુજરાતમાં ગરમીનાં મોજા વચ્ચે માવઠાની આગાહી

ગુજરાતમાં ગરમીનાં મોજા વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતમાં ગરમીનાં મોજા વચ્ચે માવઠાની આગાહી

શિયાળુ પાકને નુકશાન થવાના ડરથી ફફડતા ખેડૂતો: રાજ્યમાં અમૂક વિસ્તારોમાં ઠંડા પવન અને અન્યત્ર ગરમીની શક્યતા, વિશ્ર્વનાં વાતાવરણમાં ફેરફારોને પગલે રાજ્યનાં હવામાનમાં અનિશ્ર્ચિત પલટાની સંભાવના

ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણમાં અચાનક પ્રતિકુળ ફેરફારો થવાની સંભાવનાને કારણે કૃષિ ઉત્પાદનને ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. એકતરફથી ગરમીનું પ્રમાણ વધશે તો બીજા કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન ફુંકાવાની શક્યતા છે. હવામાન ખાતાએ તા.7 માર્ચની આસપાસ ઉતર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની પણ આગાહી કરી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્ર્વનાં હવામાનમાં ખૂબ જ પ્રતિકુળ ફેરફારો થઇ રહ્યા છે. વાયુમંડળમાં કાર્બનનું ઉત્સર્જન બેહદ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ હવામાનમાં પલટા આવવાની શક્યતા છે અત્યારથી મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ છે. તો દિવસનાં ભાગે આકરી ગરમીનો અનુભવ થાય છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી અને નર્મદા સહિતનાં જિલ્લાઓમાં તા.7 માર્ચને સોમવારે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. અમૂક વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાશે. આવા ફેરફારોથી શિયાળુ પાકને ભારે નુકશાન થવાનો ડર છે. જો માવઠું થાય તો ખેતીને ભારે ફટકો પડશે.

અમદાવાદનાં લઘુતમ અને મહતમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. 15મી માર્ચથી ગરમીનો પારો ઉંચો ચડવા લાગે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં મહતમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે અને આજે રાજ્યનાં 14 શહેરોમાં તાપમાનનો પારો સતત ઊંચકતો દેખાયો છે. મહતમ તાપમાન 35 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

Read About Weather here

માર્ચની મધ્ય સુધીમાં રાજ્યનાં તાપમાનમાં વધારો થઈને 40 ડિગ્રીને વટાવી જાય તેવી આગાહી થઇ છે. રાષ્ટ્રીય હવામાન વિભાગનાં રીપોર્ટ મુજબ રાજ્યમાં વસંત દરમ્યાન લા નીના હવામાન ફેક્ટર નબળું પડવાની શક્યતા છે. આથી ઉતર અને દક્ષિણ ગુજરાતમાં અંગ દ્ઝાળતી ગરમી તમામ પાછલા રેકર્ડ તોડી નાખે તેવી શક્યતા છે. માર્ચ અને એપ્રિલ સૌથી વધુ હોટ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય રહેવાની શક્યતાથી લોકોને રાત્રે ઉકળાટનો અનુભવ થઇ શકે છે. સાબરાકાંઠા અને અરવલ્લી તથા મહેસાણા જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here