ગુજરાતની ટીમ IPLની ફાઈનલમાં…!

ગુજરાતની ટીમ IPLની ફાઈનલમાં…!
ગુજરાતની ટીમ IPLની ફાઈનલમાં…!
મંગળવારે રમાયેલી ક્વાલિફાયર-1માં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2022ની આ સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ જીત બાદ ગુજરાત ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઘણો ભાવુક થઈ ગયો હતો. મેચ બાદ તેણે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે મેં મારા જીવમાં તમામ વસ્તુને બેલેન્સ કરવાનું શીખી લીધું છે. છેલ્લા અમુક વર્ષોમાં હું મુશ્કેલ સમયમાંથી પસાર થયો છું. જેનો સામનો કરવો મારા માટે સરળ નહતો. મારો પરિવાર, પુત્ર, પત્ની અને મારા ભાઈએ આમા મને ઘણો સાથ આપ્યો હતો.
પરીવાર સાથે હાર્દિક પંડ્યા. તસવીર હાર્દિક પંડ્યાના ઈન્સ્ટાગ્રામ પરથી.

Visit Saurashtra Kranti Homepage here

ટીમના સાથી ખેલાડીઓ સાથે હાર્દિક પંડ્યા. તસવીર હાર્દિક પંડ્યાના ઈન્સ્ટાગ્રામ પરથી.

ટૂર્નામેન્ટ પછી હું ઘરે જઈશ અને પરીવાર સાથે સમય પસાર કરીશ. જે મને સારું ક્રિકેટ રમવામાં મદદ કરે છે. હાલ હું વધુ ભાવુક થવા માંગતો નથી, સામાન્ય રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું.હાર્દિકે વધુમાં કહ્યું હતું કે તમામ 23 ખેલાડીઓમાં અલગ ખાસિયત છે અને સાથે અલગ-અલગ અનુભવ શેર કરે છે. મે ડેવિડ મિલરને કહ્યું હતું કે જો તમારી આસપાસ સારા લોકો હોય તો તમને સારું લાગે છે. આજ કારણે આપણે સારું પ્રદર્શન કરી શકીએ છીએ અને હવે અમે ફાઈનલ રમીશું. આપણે રમતની પ્રતિષ્ઠા જાળવવી જોઈએ. રાશિદ ખાન એક સારી વ્યક્તિ છે, મિલરને રમતો જોઈ મને ગર્વ થયો.હાર્દિકે વધુમાં કહ્યું હતું કે હું ટીમની જરૂરત પ્રમાણે બેટિંગ કરું છું. તમારું સ્થાન કયુ છે તેનો કોઈ ફરક પડતો નથી. ગ્રુપ મેચમાં અમે મુંબઈ સામે ભૂલો કરી હતી.

ગુજરાતની ટીમ IPLની ફાઈનલમાં…! ગુજરાત

Read About Weather here

ગુજરાતની ટીમ IPLની ફાઈનલમાં…! ગુજરાત

જેને અમે રિપિટ કરવા માંગતા નથી. હું દરેક ખેલાડીને પ્રોત્સાહન આપવા માંગતો હતો અને કહેવા ઈચ્છતો હતો કે દરેક ખેલાડી યોગદાન આપે. પછી તે 10, 15 કે 20 રન કેમ ન હોય.જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી હું ઈચ્છતો હતો કે IPL હું જીતું. હું ચોથી વખત IPLની ફાઈનલમાં પહોંચ્યો છું, અગાઉની ટૂર્નામેન્ટ હું જીત્યો છું અને આ વાત મે ટીમના સભ્યોને કહી છે.ક્વાલિફાયર 1માં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 6 વિકેટના નુકસાને 188 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધારે રન બટલરે 56 બોલમાં 89 અને સંજુ સેમસને 26 બોલમાં 47 રન કર્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે 19.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ ઉપરાંત ગીલ અને મેથ્યુ વાડે એ 35-35 રન બનાવ્યા હતા.ગુજરાત તરફથી મિલરે 38 બોલમાં 68 રન, હાર્દિકે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here