ગુજરાતની અતિવૃષ્ટિથી સરકાર ચિંતાતુર, કેબિનેટમાં ચર્ચા

ગુજરાતની અતિવૃષ્ટિથી સરકાર ચિંતાતુર, કેબિનેટમાં ચર્ચા
ગુજરાતની અતિવૃષ્ટિથી સરકાર ચિંતાતુર, કેબિનેટમાં ચર્ચા

રાજયનાં કોસ્ટ ગાર્ડનાં તમામ મથકોને હાઇએલર્ટ કરાયા: રેડિયો રડાર સ્ટેશન પરથી સુચનાઓ, માછીમારોને દરિયામાં ન જવા સુચના: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એનડીઆરએફની 20 ટીમો તૈનાત

ગુજરાતમાં રાજકોટ સહિતનાં અનેક જિલ્લાઓમાં બે દિવસથી અવિરત ધોધમાર વરસાદ પડી રહયો હોવાથી અતિવૃષ્ટિનો ખતરો ઉભો થયો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઇ છે

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સંભવિત સાહીન વાવાઝોડાના જોખમ તેમજ રાહત અને બચાવના જરૂરી પગલા અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. દરીયા કાંઠે વધુ જોખમ હોવાથી કોસ્ટ ગાર્ડનાં તમામ સ્ટેશનને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

કોસ્ટ ગાર્ડને સાવઘ રહેવાનો આદેશ અપાયો છે. કોસ્ટ ગાર્ડના તમામ સ્ટેશન હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. માછીમારોને દરીયામાં ન જવાની તાકિદ કરવામાં આવી છે.

અત્યંત ખરાબ હવામાન હોવાથી અત્યારે માછીમારોના લાઇસન્સના ટોકન ઇસ્યુ કરવામાં ન આવે તેવો મત્સ્ય ઉદ્યોગ કમીશનરે આદેશ આપ્યો છે. આગામી સુચના સુધી માછીમારોને ટોકન આપવામાં નહીં આવે.

દરીયા કાંઠે આવેલા રડાર સ્ટેશનો પરથી સતત સુચનાઓ આપવામાં આવી રહી છે. સાહીન ચંક્રવાત ગમે ત્યારે દરીયા કાંઠે ત્રાટકે તેવી શકયતાને પગલે પોરબંદર અને ઓખામાં કોસ્ટ ગાર્ડની એક એક ટીમ એલર્ટ કરવામાં આવી છે.

રાજય સરકારે તમામ જિલ્લાઓનાં વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપ્યો છે. રાહત અને બચાવના આગોતરા પગલા સાથે સજ્જ થવા તાકિદ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એનડીઆરએફની 20 ટીમ ગોઠવી દેવામાં આવી છે. રાજકોટમાં એક સહિત સૌરાષ્ટ્રમાં કુલ આઠ ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગાંધીનગર અને વડોદરામાં ત્રણ-ત્રણ ટીમ, પાટણ અને ખેડામાં એક-એક ટીમ ગોઠવવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં પણ ટીમો ગોઠવવામાં આવી છે.

લોકોને જરૂરી કામ વિના ઘરની બહાર ન જવા માટે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતાકિદ કરવામાં આવી છે. વાવાઝોડા અને વરસાદ સમયે કોઇ જાનહાની ન થાય એ માટે આયોજન કરવામાં આવી રહયું છે.

આગામી પાંચ દિવસ રાજય માટે ભારે છે. વહીવટી તંત્ર કોઇ તક લેવા માંગતું નથી. દરીયા કાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસબાદ વાવાઝોડુ ફુંકાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે

જેની અસરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્યગુજરાતમાં તોફાની પવન ફુંકાય અને ભારે વરસાદ તુટી પડે તેવી શકયતા છે. નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

તમામ મોટા બંદરો ઉપર ત્રણ નંબરનું સીગ્નલ ચડાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાઇ રહયું છે જે આગામી 24 કે 48 કલાકમાં લેન્ડ ફોલ કરી શકે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here