ગુજરાતના એક આઇએએસ અધિકારીના આવાસો પર સીબીઆઇના દરોડા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
2011ની બેચના ગુજરાત કેડરના એક આઇએએસ અધિકારી કે રાજેશના દફતરો અને સંખ્યાબંધ નિવાસ સ્થાનો પર આજે સીબીઆઇ દ્વારા દરોડાની રફતાર શરૂ કરવામાં આવી હતી. અનેક શહેરોમાં દરોડા પાડી  ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અધિકારી સામે ભ્રષ્ટાચારના આરોપ મુકાયા છે. જમીનના કૌભાંડો તથા લાંચ લઇને બંદુકના લાઇસન્સ આપવા સહિતના મામલે દિલ્હીમાં સીબીઆઇ યુનીટ દ્વારા ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા અમલદારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.સીબીઆઇના અધિકારી વર્ગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આઇએએસ અધિકારી કે. રાજેશના ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર અને વતન આંધ્રપ્રદેશ ખાતે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અધિકારી સુરેન્દ્રનગરમાં કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે. સીબીઆઇના સુત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આ અધિકારીના કાર્યકાળ દરમ્યાન ભ્રષ્ટાચારની અનેક ફરીયાદો મળી હતી. કલંકીત કાર્યવાહીને કારણે આ અધિકારીની  વિભાગમાંથી પણ બદલી કરી નાખવામાં આવી હતી. કારણ કે ત્યાં પણ એલસીબીમાં કે. રાજેશ સામે અનેક ફરીયાદો દાખલ થઇ હતી.

Read About Weather here

નિવૃત અધિક મુખ્યસચિવ કક્ષાના એક અધિકારી દ્વારા પહેલેથી જ અધિકારી સામે તપાસ ચલાવવામાં આવી રહી છે. જમીનના શંકાસ્પદ સોદાઓમાં પણ અધિકારીની સંડોવણીના પુરાવા સીબીઆઇને મળ્યા હોવાનું જાહેર થયું છે.  સવારે સીબીઆઇ દિલ્હી યુનીટ એન્ટી કરપ્શન વિંગની ટીમ ગાંધીનગર આવી પહોંચી હતી અને કે. રાજેશના નિવાસ તથા દફતરો પર તપાસ શરૂ કરવામાં આવી હતી. સીબીઆઇની અન્ય ટીમો આંધ્રપ્રદેશ પહોંચી છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કે. રાજેશની સામે થયેલા ભ્રષ્ટાચારના કેસોમાં અત્યાર સુધીની તપાસમાં કેટલાક નાગરીકોની  પણ બહાર આવી છે એ અંગે સીબીઆઇ હવે વિગતો જાહેર કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here