ભરૂચના જિલ્લા કલેકટર તરીકે અત્યારે ફરજ નિભાવી રહેલા 2022ની બેચના આઇએએસ અધિકારી તુષાર સુમેશને ધો.10 માં કેટલા ગુણ મળ્યા હતા તેની માર્કશીટ ખુદ અધિકારીએ જાહેર કરી હતી. નવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન આપવા અને પરિશ્રમથી જગ્યા બનાવવાની આવડત કેળવવા માટે તુષાર સુમેરાએ ધો.10 નું પરિણામ જાહેર કર્યું હતું. એ સમયે એમને અંગ્રેજીમાં માત્ર 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક મળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
છતાં તેઓ આજે સખત પરિશ્રમને કારણે રાજ્યના ટોચના અધિકારી પદે બિરાજે છે. આ માર્કશીટ વડે એમણે સંદેશો આપ્યો છે કે, સખત પરિશ્રમ અને એકાગ્રતા સાથે અભ્યાસ કરતા રહો તો તમે લક્ષ્યની પ્રાપ્તિ કરી શકો છો. એટલે ઓછા ગુણ કે નબળા પરિણામથી જરા પણ નિરાશ થવું જોઈએ નહીં. તુષાર સુમરા એ ધો.10 પછી જાતે જ ગણિત અને અંગ્રેજી શીખવા પર ભરપૂર તૈયારી કરી હતી અને યુપીએસસી ની પરીક્ષા પસાર કરી દીધી હતી. ભરૂચ જિલ્લા કલેકટર તરીકે એમની કામગીરીની તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી.
Read About Weather here
એક ઉત્કર્ષ સમારોહમાં બોલતા વડાપ્રધાને ભરૂચ જિલ્લામાં કલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણ બદલ ભરૂચ જિલ્લા પ્રશાસનના ખૂબ જ વખાણ કર્યા હતા. ગુજરાતના આ અધિકારી નબળા પરિણામથી ચિંતામાં ગરકાવ થયા વિદ્યાર્થીઓ પ્રેરણારૂપ ઉદાહરણ બની ગયા છે. જે વિદ્યાર્થીઓને ચોક્કસ વિષયમાં ઓછા ગુણ આવે છે તેઓ તે વિષયનો અભ્યાસ જ મૂકી દેતા હોય છે પણ તુષારની પુરૂષાર્થ ગાથા આવા વિદ્યાર્થીઓને જરૂર પ્રેરણા આપશે અને મહેનત કરીને આગળ વધા માટે દીવાદાંડી રૂપ બનશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here