ગુજરાતનાં સર્વપ્રથમ વિલક્ષણ વિમાન રેસ્ટોરાંનો શુભારંભ

ગુજરાતનાં સર્વપ્રથમ વિલક્ષણ વિમાન રેસ્ટોરાંનો શુભારંભ
ગુજરાતનાં સર્વપ્રથમ વિલક્ષણ વિમાન રેસ્ટોરાંનો શુભારંભ

વડોદરા પાસે તરસાલી બાયપાસ પર એરબસમાં બેસી વિવિધ વાનગીઓનો સ્વાદ માણતા શોખીનો
એરક્રાફ્ટ થીમ પર બનેલું વિશ્ર્વનું નવમું અને ભારતનું ચોથું રેસ્ટોરાં

ગુજરાતમાં સર્વપ્રથમ વિમાન રેસ્ટોરાંનું વડોદરામાં શુભારંભ કરવામાં આવ્યું છે. જુના આધુનિક વિમાનની અંદર રેસ્ટોરાં ખોલવામાં આવતા સ્વાદ શોખીનો ઉમટી રહ્યા છે. એરક્રાફ્ટમાં બનાવવામાં આવેલી વિશ્ર્વનું આ નવમું અને દેશનું આવું ચોથું રેસ્ટોરાં છે.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરા શહેરનાં તરસાલી બાયપાસ પર આ વિલક્ષણ વિમાન રેસ્ટોરાંનો પ્રારંભ થઇ ગયો છે.બેંગ્લોરની એક કંપનીએ અહીં રેસ્ટોરાં શરૂ કરવા માટે રૂ. 1.40 કરોડનાં ખર્ચે એક એરબસ-320 ની ખરીદી કરી હતી. વિમાનનાં એકેએક સ્પેરપાર્ટ અહીં લાવવામાં આવ્યા હતા

અને તેને એર રેસ્ટોરાંની ડીઝાઇન મુજબ આખું રેસ્ટોરાં તૈયાર કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. 2 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા રેસ્ટોરાંમાં એક સાથે 102 વ્યક્તિ બેસીને ભોજન લઇ શકે છે.

તમામ વેઈટર અને સ્ટાફને પણ એરહોસ્ટેશ તથા સ્ટુઅર્ડ જેવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. જેથી સ્વાદ શોખીનોને વિમાનમાં બેઠા હોવાનો અનુભવ થાય છે. અહીં પંજાબી, ચાઈનિઝ, ઇટાલિયન, કોન્ટીનેન્ટલ, મેક્સિકન અને થાઈ વાનગીઓ તૈયાર કરીને પીરસવામાં આવે છે.

ગુજરાતની પ્રજા ખાણી-પીણીની શોખીન પ્રજા છે. લોકો અનોખો અનુભવ મેળવવા માટે અહીં ઉમટી રહ્યા છે.આ વિમાન રેસ્ટોરામાં સ્વાદ શોખીનોએ પેટ પુજા કરવા માટે મોટા પાયે નાણા ખર્ચવા પડશે.

Read About Weather here

પરંતુ સ્વાદના શોખીન ગુજરાતીઓ પેટ પુજા કરવા માટે કોઇપણ કિંમત ચુકવવી પડે તો હંમેશા તૈયાર રહેતા હોય છે. એટલે જ અહીં લોકો ગુજરાતભરમાંથી ઉમટી રહયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here