મોટાભાગના જુગારધામો માતાજીના મંદિરો-મઢ પાસે વાડી અને સીમ વિસ્તારમાં અવાવરુ સ્થળોએ ચાલતા હતા.ભાડલા પોલીસે સૌપ્રથમ દરોડો બોઘરાવદર ગામે પાડ્યો હતો. રાજકોટ જીલ્લામાં જુગારના દુષણને ડામવા માટે પોલીસ અધિક્ષકે સૂચના આપતા રુરલ પોલીસના વિવિધ પોલીસ મથકોએ ગકિાલે એક સાથે પાંચ સ્થળોએ દરોડા પાડી જાહેરમાં પાના ટીંચતા 32 શખ્સોને પકડી પાડી રૂા. 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.રાજકોટ રુરલના વિવિધ ગામોમાં છેલ્લા થોડા સમયથી જુગારની કલબો ચાલી રહ્યાની માહિતી પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને થતા પોલીસને બાતમીદારોને કામે લગાડી આવી ક્લબો ઉપર છાપા મારવાની સૂચના આપી હતી અને આથી પોલીસે હરકતમાં આવી જઇ ગઇકાલે ભાડલાના બોઘરાવદર, ગોંડલ તાલુકાનાં શેમળા, જસદણના નવાગામ આટકોટ અને કોટડા સાંગાણીના હડમતાળા ગામે દરોડા પાડ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
જ્યાં તળશીભાઈ રામજીભાઈ મીઠાપરાના ઘરની પાછળ જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભરત તળશીભાઈ મીઠાપરા, સાગર તળશીભાઈ મીઠાપરા, નાથા પરસોતમભાઈ ુગરેજીયા, સુનિલ જાદવભાઈ મીઠાપરા, રવિ જાદવભાઈ મીઠાપરા, અમીત દિનેશભાઈ મીઠાપરા, વિજય નાથાભાઈ ઉગરેજીયા, વિજય ગોરધનભાઈ મીઠાપરા, વિનોદ રણછોડભાઈ મીઠાપરા અને હરેશ માવજીભાઈ મોઢવાણીયાને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી 1.60 લાખની રોકડ રકમ કબજે કરી હતી.જુગાર રમતા પકડાયેલા આરોપીઓ સબંધીઓ થતા હોવાનું અને મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલ તાલુકા પોલીસે બીજો દરોડો શેમળા ગામે મહાકાળી માતાજીના મંદિર પાસે માંડવો હતો જ્યાંથી ખોડુભા મહાવીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, કેશુભાઈ ગોવિંદભાઈ ગોંડલીયા, રણજીત દુલાભાઈ ઓડેદરા અને વિપુલ રમેશભાઈ સોલંકી જુગાર રમતા મળી આવતા પોલીસે તમામની ધરપકડ કરી બે મોબાઈલ ફોન અને રૂા. 35400ની રોકડ રકમ મળી કુલ રૂા.37400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જસદણ પોલીસે બાતમીના આધારે નવાગામ ખાતે ચૌહાણ પરિવારના માતાજીના મઢ પાસે છાપો માર્યો હતો જ્યાંથી વાલજી, મુન્ના ગોવિંદભાઈ બાવળીયા, દિનેશ ડાભી, પ્રવિણ બીજલભાઈ વાઘાણી, સુનિલ શંભુભાઈ ગોહિલ, રમેશ શામજીભાઈ સાંકળીયા, રાજેશ સોમાભાી ચૌહાણ અને રાજા ટપુભાઈ સરલીયા જાહેરમાં જુગાર રમતા મળી આવતા પોલીસે તમામને પકડી પાડી 28350ની રોકડ રકમ કબજે કરી હતી.
Read About Weather here
આટકોટ પોલીસને એવી માહિતી મળી હતી કે કૈલાશનગર વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ વાડીની પાછળ ભાદર નદીના કાંઠે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે આથી પોલીસ દોડી ગઇ હતી અને જુગાર રમતા બહાદુર પરસોતમ સાડમીયા, અનક લખુભાઈ સાડમીયા, પ્રવિણ વિક્રમભાઈ, મહેન્દ્ર ઉર્ફે ભુરો બહાદુરભાઈ સાડમીયાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યાંથી શૈલેષ બચુભાઈ સોલંકી, અરવિંદ મુળજીભાઈ બાબરીયા, અશોક પમાભાઇ મકવાણા, રમેશ વિનોદભાઈ બાબરીયા, જયેશ વાલજીભાઈ બાબરીયા જુગટુ ખેલતા મળી આવતા પોલીસે તેઓની અટકાયત કરી રૂા. 23440ની રોકડ રકમ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 33940ની મતા કબજે લીધી હતી. ઉપરોક્ત મોટાભાગના આરોપીઓ મજુરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.અને 13400ની રોકડ રકમ જપ્ત કરી હતી.કોટડાસાંગાણી પોલીસે પાંચમો દરોડો હડમતાળા ગામે ચામુંડા માતાજીના મંદિર પાસે પાડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here