આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આજે સવારે 10 વાગ્યે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશનથી લઇને રાજ્યમાં કૃષિ વાવેતર તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
કેબિનેટ બેઠકમાં પીવાના પાણીના આયોજન અંગે ચર્ચા થશે. આ ઉપરાંત ઉનાળુ પાકો માટે જરૂરી પાણીની વ્યવસ્થા સંદર્ભે પણ ચર્ચા થશે. સાથે કમોસમી વરસાદ અને તેના નુકસાનના અહેવાલ પર સમીક્ષા કરવામાં આવશે.
Read About Weather here
આ બેઠકમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ અથવા તો એવી કોઈ ઘટના ન બને તે માટેની સાવચેતી, કમોસમી વરસાદ અને પાવાગઢ મંદિરમાં શ્રીફળ વિવાદ અંગે પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના 58 વર્ષીય મહિલાનું H3N2ને કારણે મોત નીપજ્યું છે. ત્યારે કેબિનેટની બેઠકમાં H3N2 વાયરસની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here