ગબ્બર ઢળી પડ્યો…!

ગબ્બર ઢળી પડ્યો…!
ગબ્બર ઢળી પડ્યો…!
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવતા શિખર ધવનને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો. IPL 2022ની 28મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં પંજાબના કેપ્ટન મયંક ઈજાગ્રસ્ત હોવાથી શિખર ધવન ટીમને લીડ કરી રહ્યો હતો.  જેના કારણે તે ગ્રાઉન્ડમાં ઢળી પડ્યો હતો.મેચની પહેલી ઓવરમાં ભુવનેશ્વર કુમારે એવો બોલ ફેક્યો કે શિખર ધવન ચોંકી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તે ઓવરના ચોથા બોલ પર ફ્લિક કરવા જતા બેટની ઈન્સાઈડ એડ્જ લઈ શિખરના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો. ધવન આના કારણે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં ધવન દર્દથી જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારપછી ફિઝિયો મેદાનમાં આવ્યા અને પ્રાથમિક સારવાર આપી હતી.શિખર ધવનને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગતા તે બેટિંગ કરવા સક્ષમ નહોતો. તેણે ફિઝિયો આવ્યા પછી પણ લગભગ 10 મિનિટ સુધી મેદાન પર પ્રાથમિક સારવાર લીધી હતી.

Read About Weather here

એટલું જ નહીં તે માંડ-માંડ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો.શિખર ધવનને બોલ વાગતા તેના બેટિંગ પર પણ જાણે એની અસર થઈ હોય એમ લાગી રહ્યું હતું. આ દરમિયાન તે 11 બોલમાં માત્ર 8 રન જ કરી શક્યો હતો. SRH સામે 152 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો હતો. એડન માર્કરામ 41 અને નિકોલસ પૂરન 35 રને અણનમ રહ્યા હતા.ત્યારપછી ભુવનેશ્વર કુમારે તેને બેક ઓફ લેન્થ બોલ પર આઉટ કર્યો હતો.IPL 2022ની 28મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 7 વિકેટના નુકસાને પંજાબ કિંગ્સને હરાવી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here