ખેલ મહાકુંભ-રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ

ખેલ મહાકુંભ-રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ
ખેલ મહાકુંભ-રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિ રાજકોટ શહેર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર તેમજ રાજકોટ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશન રાજકોટ સંચાલીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ રાજ્યકક્ષા બેન્ડમિન્ટન સ્પર્ધાનો આજ રોજ રાજકોટના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તા.21 થી તા.25 5દરમ્યાન ચાલનાર સ્પર્ધામાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી વિજેતા થયેલ ખેલાડીઓ ભાગ લેવા રાજકોટ ખાતે પધાર્યા છે.ઉદઘાટન કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ વિક્રમ ભાઈ જૈન, ઉપપ્રમુખ દેવાંગ ભાઈ માંકડ, કૌશિકભાઈ સોલંકી બી.એસ.એન.એલ.ના જનરલ મેનેજર યોગેશભાઈ ભાસ્કર ,સ્પર્ધાના ચીફ રેફરી કોચ મહંમદ ઇકબાલુદીન તેમજ સ્પર્ધા નોડલ ઓફિસર નિકુંજ ભાઈ પરમાર, જ્યોતિબેન ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

સ્પર્ધા સફળ બનાવ માટે સ્પર્ધા ક્ધવીનર જયદીપ સિંહ સરવૈયા તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્ડમિન્ટન એસોસિએશન અને રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here