સુરત અને રાજકોટના મનપા તંત્રના નિર્ણયથી રાસરસીયા નિરાશ
કોરોનાની મહામારી મહામહેનતે કાબુમાં આવ્યા બાદ રાસગરબા રમવાની તક મળતા ખુબ જ ઉત્સાહથી પ્રેકિટસમાં લાગી ગયેલા ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડી ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
સુરત અને રાજકોટમાં કોરોના ક્ધટેઇમેન્ટ ઝોન જાહેર થયેલા અથવા જાહેર થનાર વિસ્તારોમાં શેરી ગરબા પણ નહીં રમી શકાય એવો નિર્ણય આજે જાહેર કરવામાં આવ્યો છે.
પરીણામે ખેલૈયાઓમાં ભારે નિરાશાનું વાતાવરણ ફેંલાઇ ગયું છે. સવારે સુરત મહાપાલિકાએ આ નિર્ણય લીધા બાદ બપોરે રાજકોટ મનપા તંત્ર દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરત મનપાએ જાહેર કરી દીધુ છે કે, કોરોનાના કેસો મહાનગરમાં ઉછાળો મારી રહયા છે અને ઘણા બધા એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીઓમાં ક્ધટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આવા કોઇ ઝોનમાં શેરી ગરબા પણ રમી શકાશે નહીં. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આખેઆખા પરિવારો સંક્રમીત થઇ રહયાનું નોંધાતા મનપાને ના છૂટકે આ નિર્ણય લેવો પડયો છે.
રાજકોટ મનપા દ્વારા પણ સુરત જેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે કે, રાજકોટ શહેરમાં કોઇ પણ વિસ્તારમાં એક કેસ નોંધાશે તો એ શેરી માર્ગ કે લત્તાને ક્ધટેઇમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવશે
અને એ ઝોનમાં શેરી ગરબાનું આયોજન થઇ શકશે નહીં. રાજકોટ અને સુરતમાં નવરાત્રી પર્વની હંમેશા ભારે ઉત્સાહ અને ઉંમગ સાથે ઉજવણી થતી હોય છે.
Read About Weather here
બબ્બે મહિના, ત્રણ-ત્રણ મહિનાઓ પહેલા રાસ-ગરબાની ટ્રેનીંગ અને પ્રેકિટસના કેમ્પ ખુલી જતા હોય છે. જેમાં ગરબા રસીક ખેલૈયાઓ ખુબ જ મહેનત કરીને પરસેવો પાડતા હોય છે. આ નિર્ણયને પગલે ખેલેયા વર્ગમાં નિરાશા છવાઇ છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here