ખેડૂતો દ્વારા સિંચાઈ ના પાણી ની માંગ…!

ખેડૂતો દ્વારા સિંચાઈ ના પાણી ની માંગ…!
ખેડૂતો દ્વારા સિંચાઈ ના પાણી ની માંગ…!
ઉપરવાસ અને મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. નર્મદા ડેમમાં 17020 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. જેને કારણે નર્મદાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે હાલ રોજનું 1500 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. ગુજરાત ભરમાં ખેડૂતો દ્વારા સિંચાઈ ના પાણી ની માગ ઉઠી છે અને નર્મદા ડેમ નું પાણી ની માગ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે સરકારે સ્વીકાર્યું છે કે પાણી નર્મદા બંધમાં ઓછું છે.એટલે ઉનાળુ પાક જો નર્મદા આધારિત હોય તો ના વાવણી કરે માત્ર પશુ પાલન માટે ઘાસચારો.જ વાવે એવી સૂચના સાથે નર્મદા.કેનાલમાં 1500 ક્યુસેક પાણી રોજનું વધારવાની શરૂઆત.કરી.છે. તો નર્મદાની મેઈન કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ખેડૂતોને ઘાસચારા વાવેતર માટે રાહત મળી શકશે. આ સાથે તંત્ર દ્વારા જણાવાયુ છે કે, નર્મદા ડેમમાં 2931 મિલિયન ક્યુબિક મીટર લાઈવ પાણીનો જથ્થો હોવાથી નર્મદા ડેમથી 1 વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને વપરાશ માટે પાણી આપવા સમક્ષ છે.ખેડા, આણંદ, મહીસાગર સહિત નવ જિલ્લા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે.

તંત્ર દ્વારા કડાણા ડેમમાંથી મે મહિનાથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, કડાણા જળાશયમાં હાલ 50 ટકા પાણી જથ્થો હયાત છે. મહત્વનું છે કે, જ્યારે પાણીની ન્યૂનતમ સપાટી 373 ફૂટે પહોંચશે ત્યારે પાણી મળવું મુશ્કેલ થઈ જશેઉલ્લેખનીય છે કે, માર્ચ માહિનામાં 90 હજાર ક્યુસેક પાણી મહીસિંચાઈ વિભાગને આપ્યું હતું.

Read About Weather here

જ્યારે 24 હજાર ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનાને અપાયું હતું. આમ આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકરાળ બને તેવી સંભાવના દેખાતા તંત્ર દ્વારા કડાણા ડેમમાંથઈ મે મહિનાથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાવામાં આવ્યું છે.એટલે કે, કડાણા જળાશયની સપાટી હાલ ઘટીને 397.5 ફૂટ થઈ ગઈ છે. મહત્વનું છે કે, કડાણા પર આધાર રાખતાં વણાંકબોરી ડેમનું હાલ લેવલ 219 ફૂટ છે. જેને લઈને કડાણાથી વણાંકબોરી ડેમમાં પાણી બંધ કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here