ખૂનખાર સિંહણ આખરે પકડાઈ

ખૂનખાર સિંહણ આખરે પકડાઈ
ખૂનખાર સિંહણ આખરે પકડાઈ
અસ્થિર મગજની સિંહણે 6 જેટલા લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે પાર્ક કરેલા વાહનોને બચકાં ભરતી હતી. અમરેલી જિલ્લામાં આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પુરાઇ છે. જો આજ રાત સુધીમાં સિંહણ પાંજરે ન પુરાઇ હોત તો જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક વિસ્તારોમાં કલમ 144ની જાહેરાત કરવાની હતી.  અસ્થિર મગજની સિંહણના સામે આવેલા એક વીડિયોમાં તે દરિયા કાંઠે અવર જવર કરતી જોવા મળે છે.જાફરાબાદના બાબરકોટ ગામમાં અસ્થિર મગજની સિંહણે હાહાકાર મચાવ્યો હતો. 6 જેટલા લોકો પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો હતો.
ખૂનખાર સિંહણ આખરે પકડાઈ સિંહણ

Visit Saurashtra Kranti Homepage here

રવિવારે સિંહણ દરિયા કાંઠે પહોંચી માઇન્સ વિસ્તારમાં આંટાફેરા કરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સિંહણના આતંકની વાત રાજ્ય વનમંત્રી કીરીટ સિંહ રાણા સુધી પહોંચતા તેમણે તાકીદે સિંહણને પાંજરે પુરવા વન વિભાગને આદેશ આપ્યા હતા. જે બાદ 108ની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.રાજ્ય સરકારના આદેશ બાદ અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ વનવિભાગને જરૂરી સૂચના આપી દેવાઇ હતી. જેને લઇને મોડી રાતે સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં પાલીતાણા અને શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ.જયન પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

ધારી, ખાંભા તુલસીશ્યામ, સાસણ સહિત મોટાભાગની રેન્જના ગીર અને રેવન્યુ વિસ્તારની ટીમો બોલાવી હતી અને મેગા ઓપરેશન રાત્રે 3 વાગ્યે સફળ પાર પાડતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે રવિવારે વહેલી સવારે સિંહણ આવી ચડતા પ્રથમ વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગામના બે SRD જવાનો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા.

Read About Weather here

SRD જવાનોના પરના હુમલા સમયે સિંહણ આક્રમક બની હતી. જોકે, તેમની લાકડી વડે સામનો કરતા SRD જવાનનો જીવ બચી ગયો હતો. ધારીના મીઠાપુર ગામમા 8 દિવસ પહેલા સિંહણ દ્વારા 1 માલધારી યુવક ઉપર હુમલો કર્યો હતો. આજે 6 લોકો પર હુમલાની ઘટના બની છે. સામાન્ય રીતે સિંહણ લોકો પર હુમલા કરતી હોતી નથી. ભૂતકાળમાં વર્ષ 2014 આસપાસ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહણને હડકવા ઉપડ્યો હતો ત્યારે એક સાથે 7 લોકો ઉપર હુમલો કર્યો હતો. સવારના સમયે હુમલાની ઘટના બન્યા બાદ સાંજના સમયે પણ સિંહણે ત્રણ લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. હુમલામાં ઘાયલ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here