‘ખાસ’ વહીવટની કાબેલીયત માટે (બદ)નામ ખાસ બ્રાન્ચની મલાઈદાર રેડની શહેરભરમાં જાગતી ચર્ચા

‘ખાસ’ વહીવટની કાબેલીયત માટે (બદ)નામ ખાસ બ્રાન્ચની મલાઈદાર રેડની શહેરભરમાં જાગતી ચર્ચા
‘ખાસ’ વહીવટની કાબેલીયત માટે (બદ)નામ ખાસ બ્રાન્ચની મલાઈદાર રેડની શહેરભરમાં જાગતી ચર્ચા
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આમથી માંડીને ખાસ આદમી સુધીનાં ખાસ વર્ગમાં ખાસ બ્રાન્ચની કામગીરી અને જાતજાતની તથા ભાતભાતની કરામતો અંગે અવારનવાર ઉત્સુકતાપૂર્વક અને જીજ્ઞાસા સાથે ચર્ચાઓ જોર પકડતી રહે છે. કાયદો અને વ્યવસ્થાનાં વાઘા પહેરીને કઈ રીતે ખાસ બ્રાન્ચ મલાઈદાર જગ્યા પર અચૂક ત્રાટકતી હોય છે અને મધપુડો હોય ત્યાં જ માખીઓ બણબણતી હોય એ કહેવતને સાર્થક કરતી હોય છે એ હવે શહેરનાં જાણકાર વર્તુળોની નજરોથી અછાનું રહ્યું નથી. તાજેતરનાં એટલે કે બે- પાંચ દિવસની જ એક ઘટનાએ ફરી એકવાર ખાસ બ્રાન્ચની ‘કરામતી’ કામગીરી તરફ જાણકારોનું ધ્યાન ખેંચાયું છે અને રાબેતા મુજબ ચર્ચા જાગી ઉઠી છે. એક જગ્યાએ ચેકિંગનાં નામે રેડ બાદ ખસી એવી રકમનો તોડ કરાયો પણ આ કામગીરીનાં વિજયનો આનંદ ખાસ બ્રાન્ચમાં ઝાઝો ટકી શક્યો નથી. કેમકે આ વિજય પચી શક્યો નથી અને આંતરિક ખેંચાખેંચીનાં કારણે અપચો થઇને વિજયી- કાંડ બહાર આવી જવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વાત એવી જાણવા મળી છે કે, જામનગર રોડ ગેસનાં બાટલાનું રીફીલિંગ કરવાની કામગીરી કરતુ એક યુનિટ આવેલું છે. આ યુનિટમાં ચેકિંગ માટે ચાર- પાંચ દિવસ પહેલા ખાસ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી. ગેસ રીફીલિંગનાં આ પ્લાન્ટમાં શું થયું? કઈ રીતે કામ થાય છે, કોઈ ગોરખધંધા ચાલે છે કે કેમ એ વિશેની તો કોઈ વાત બહાર આવી નથી પણ તોડનું વિજયી- કાંડ બહાર આવી જતા આખું પ્રકરણ ખાસ બ્રાન્ચને ફરીથી વિવાદોનાં વમળમાં ઢસડી ગયું છે. નવાઈ ભર્યો સવાલ એવો પૂછવામાં આવ્યો છે કે, ખાસ બ્રાન્ચની ખાસ કામગીરી હોય ત્યારે ભારે ગુપ્તતાનું ભેદી કવચ ઓઢી લેવામાં આવતું હોય છે તો એ કવચ તોડીને આ તોડકાંડની વિગતો બહાર કઈ રીતે આવી છે? પુરા રૂપિયા 12 લાખનો તોડ કરીને વિજયી મુદ્રામાં ખાસ ટીમ મથકે પાછી ફરી ગઈ પણ પછી અચાનક ગડબડનાં ડાકલા વાગવા મંડ્યા.

પાપ હંમેશા છાપરે ચડીને પોકારતું હોય છે એવી આપણા વડીલોએ શીખવાડેલી કહેવત અમસ્તી સાહિત્યમાં ગોઠવાઈ નથી. ખોટું ગમે તેટલું કરો એ માટે ગમે તેટલી ચોરીછૂપી રીતરસમ અપનાવી હોય તો પણ મરધાની બાંગની જેમ ગુનો હંમેશા છાપરે ચડીને બાંગ પોકારી સંકેત આપી જ દેતો હોય છે. આવું જ ખાસ બ્રાન્ચની તોડકાંડ કામગીરી બાદ થયું છે. ગેસ રીફીલિંગ યુનિટમાં ચેકિંગ દરમ્યાન ખાસ્સા એવા રૂ.12 લાખનો તોડ થયાનો જાણકાર વર્તુળો દાવો કરે છે. ખાસ બ્રાન્ચની આવી કોઈ કામગીરીની મોટાભાગે કોઈને ગંધ આવતી હોતી નથી પણ આ કિસ્સામાં ખાસ બ્રાન્ચની અંદરો અંદર ભારે ખટપટ શરૂ થઇ ગઈ છે.

Read About Weather here

જેના કારણે તોડનું આ વિજયી કાંડ ખાસ બ્રાન્ચ માટે શરમ કાંડ બની જવા પામ્યું છે અને વાજ્તું-ગાજતું બધું માંડવે આવી ગયું છે. ખાસ બ્રાન્ચનાં પરચા આવી રીતે ચાલુ જ રહ્યા છે અને તેનો અંત ક્યારે આવે એ તો ઈશ્ર્વર જાણે અને ખાસ બ્રાન્ચ જાણે..!!કહેવાય છે કે, આ પ્રકરણ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગયું છે અથવા તો પહોંચવામાં આવી રહ્યું છે. એટલે અંદરખાને કોઈને ખબર ન પડે તેમ કોઈ ઉચ્ચ અધિકારી હિંમત કરીને શિસ્તની દંડાબાજી કરે તો પણ નવાઈ નહીં. કેમકે ભાગ બટાઈનાં ડખ્ખાને કારણે જ બધું ઉઘાડું પડી ગયું છે એટલે જેને ખબર પડે તે પણ ભયની ગંગામાં હાથ ધોવાની કોશિશ કરે જ. એટલે લાગે છે કે આ પ્રકરણ આંતરિક રીતે હજુ વધુ ચગશે પણ બહાર તો માત્ર ધુમાડા જ દેખાશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here