તાજેતરમાં ખાસ બ્રાન્ચ ફરી વિવાદોમાં સપડાઇ છે. બજારમાં અનેક ચર્ચાઓ ફરતી થઇ છે.તાજેતરનાં એટલે કે બે- પાંચ દિવસની જ એક ઘટનાએ ફરી એકવાર ખાસ બ્રાન્ચની ‘કરામતી’ કામગીરી તરફ જાણકારોનું ધ્યાન ખેંચાયું છે અને રાબેતા મુજબ ચર્ચા જાગી ઉઠી છે.જામનગર રોડ ગેસનાં બાટલાનું રીફીલિંગ કરવાની કામગીરી કરતું એક યુનિટ આવેલું છે. આ યુનિટમાં ચેકિંગ માટે ચાર- પાંચ દિવસ પહેલા ખાસ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી. ગેસ રીફીલિંગનાં આ પ્લાન્ટમાં શું થયું? કઈ રીતે કામ થાય છે, કોઈ ગોરખધંધા ચાલે છે કે કેમ એ વિશેની તો કોઈ વાત બહાર આવી નથી પણ તોડનું વિજયી- કાંડ બહાર આવી જતા આખું પ્રકરણ ખાસ બ્રાન્ચને ફરીથી વિવાદોનાં વમળમાં ઢસડી ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ એક તપાસનો વિષય એ છે કે જ્યાં રેડ પાડીને તોડ કરવામાં આવ્યો હતો તે વિસ્તાર શું રાજકોટ પોલીસની હદમાં આવે છે કે રાજકોટ ગ્રામ્યમાં આવે છે. જાણકારોના મતે રાજકોટ ગ્રામ્યના વિસ્તારમાં જઇને ખાસ બ્રાન્ચની ટીમો કામ ઉતારી લાવી છે. નવાઈ ભર્યો સવાલ એવો પૂછવામાં આવ્યો છે કે, ખાસ બ્રાન્ચની ખાસ કામગીરી હોય ત્યારે ભારે ગુપ્તતાનું ભેદી કવચ ઓઢી લેવામાં આવતું હોય છે તો એ કવચ તોડીને આ તોડકાંડની વિગતો બહાર કઈ રીતે આવી છે?
Read About Weather here
પુરા રૂપિયા 12 લાખનો તોડ કરીને વિજયી મુદ્રામાં ખાસ ટીમ મથકે પાછી ફરી ગઈ પણ પછી અચાનક ગડબડનાં ડાકલા વાગવા મંડ્યા. ખાસ બ્રાન્ચની આવી કોઈ કામગીરીની મોટાભાગે કોઈને ગંધ આવતી હોતી નથી પણ આ કિસ્સામાં ખાસ બ્રાન્ચની અંદરો અંદર ભારે ખટપટ શરૂ થઇ ગઈ છે. જેના કારણે તોડનું આ વિજયી કાંડ ખાસ બ્રાન્ચ માટે શરમ કાંડ બની જવા પામ્યું છે અને વાજ્તું-ગાજતું બધું માંડવે આવી ગયું છે. કહેવાય છે કે, આ પ્રકરણ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગયું છે અથવા તો પહોંચવામાં આવી રહ્યું છે. એટલે અંદરખાને કોઈને ખબર ન પડે તેમ કોઈ ઉચ્ચ અધિકારી હિંમત કરીને શિસ્તની દંડાબાજી કરે તો પણ નવાઈ નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here