ખાપટ અને ધરમપુર ભૂગર્ભ ગટર યોજનાના ટેન્ડરમાં થયેલ 11 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

ભારત સરકારના નાણાંનો દુરપયોગ કરવાની સાજીશ રચનાર યશ ક્ધસ્ટ્રકશનને અપાયેલ વર્ક ઓર્ડર તાત્કાલીક રદ કરવામાં આવે તેવી માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી રામદેવ મોઢવાડીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારના ‘અમૃતમ’ યોજનાના અને ગુજરાત સરકારના નાણાંમાંથી પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકામાં ખાપટ-ધરમપુર માટેની ભૂગર્ભ ગટર યોજના માટે નાણાં ફાળવવામાં આવ્યા હતા. કામના અમલીકરણ અધિકારી તરીકે ચીફ-ઓફિસર, પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાને નીમવામાં આવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

ચીફ ઓફિસર પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકા દ્વારા ક્ધસલ્ટન્ટ તરીકે રાજકોટના બિન અનુભવી અને પોરબંદર નગરપાલીકાના તમામ કામોના ભ્રષ્ટાચારમાં ભાગીદાર મનીષ રૂપારેલીયાની નિમણુંક કરવામાં આવી હતી. જે મનીષ રૂપારેલીયાને સદરહુ પ્રોજેકટમાં ક્ધસલ્ટન્ટ તરીકે ગેરકાયદેસર રીતે કવોલીફાય ન હોવા છતાં નિમણુંક કરેલ હતી.આ કામના ક્ધસલ્ટન્ટ દ્વારા આ ટેન્ડરની એસ્ટીમેટ વેલ્યુ 38,04,82,267.00 રૂા. નકકી કરવામાં આવી હતી. આ બીડની અંદર ત્રણ ઠેકેદારોએ ભાગ લીધો હતો. 1) વી.સી.પ્રોજેકટસ ઈન્ફ્રા. પ્રા.લી., અમદાવાદ 2) જલારામ પ્રોજેકટસ પ્રા.લી. 3) એન.પી.પટેલ એન્ડ કુાં. 4) વિષ્ણુ પ્રકાશ આર. પુંગાલીયા લી. 5) યશ ક્ધસ્ટ્રકશન કાું.

આ તમામ કોન્ટ્રકકટરોએ બીડમાં ભાગ લીધો હતો. જેમાંથી 1) જલારામ પ્રોજેકટસ પ્રા.લી. 2) એન.પી. પટેલ એન્ડ કુાં. 3) વિષ્ણુપ્રકાશ આર. પુંગાલીયાને ડીસ્કવોલીફાય કરવામાં આવ્યા હતા. જયારે વી.સી. પ્રોજેકટસ એન્ડ ઈન્ફ્રા. પ્રા.લી. વાળાને ટેન્ડર સબમીશનના 51માં દિવસે લેખિત જાણ કરવામાં આવે છે કે તમારા ફીઝીકલ ડોકયુમેન્ટવાળું બીડનું કવર ફાંટેલું હતું અને તેમાંથી ઈ.એમ.ડી.નો ડીમાન્ડ ડ્રાફટ બીડના ફીઝીકલ ડોકયુમેન્ટ સાથે જોડેલ નથી.
ઘણી ન્યાયીક પ્રક્રિયાઓના અને નામદાર કોર્ટના હુકમના આધારે લાંબા સમયે ઈ.એમ.ડી. ના ડીમાન્ડ ડ્રાફટની ફીઝીકલ કોપી સ્વિકારીને ઠેકેદારને કવોલીફાય કરવામાં આવ્યા હતા.

હકીકતમાં જયાં સુધી વર્ક ઓર્ડર કોઈ એજન્સીને અપાય ન જાય ત્યાં સુધી ઈ.એમ.ડી. પાછી આપી શકાતી નથી, પરંતુ આ કેસમાં ઈ.એમ.ડી. એટલા માટે પાછી આપી દેવામાં આવી કે યશ ક્ધસ્ટ્રકશનના ભાવ ટેન્ડર વેલ્યુ રૂ. 38,04,82,267.00 થી 25 ટકા વધારે રૂ.47,56,03,458.00 હતા જયારે વી.સી.ઈન્ફ્રા, પ્રોજેકટસના ટેન્ડર વેલ્યુ 38,04,82,267.00 રૂ.5% એટલે કે રૂ. 36,52,63,457.00 એટલા હતા.આમ, યશ ક્ધસ્ટ્રકશનના ભાવ વી.સી.ઈન્ફ્રા.પ્રોજેકટસ કરતાં રૂા. 11,03,40,001,00 વધારે હતા એટલે રૂ.11 કરોડ 3 લાખનો ભાવ વધારો લેવા માટે યશ ક્ધસ્ટ્રકશન, મનીષ રૂપારેલીયા, સરજુ કારીયા, પ્રમુખ, નગરપાલીકા, ચીફ ઓફિસર, પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા 5) ટેન્ડર કલાર્ક સાથે મળીને રૂ. 11 કરોડ અને 3 લાખ નું નાણાંકીય નુકશાન પોરબંદર-છાંયા સંયુકત નગરપાલીકાને કરેલ છે.

આ કામના ક્ધસલ્ટન્ટ તરીકે જે ભૂગર્ભ ગટર યોજનાનો મેગા-પ્રોજેકટ સફળતા પૂર્વક કર્યો હોય એને જ એપોઈન્ટ કરવા જોઇએ. પોરબંદરમાં મોટા ભાગના કામના ક્ધસલ્ટન્ટ તરીકે બિનઅનુભવી મનીષ રૂપારેલીયાને એટલા માટે મુકવામાં આવે છે કે તે ભ્રષ્ટાચાર કરવામાં ટેકનીકલી અને ખોટી માપપોથી લખવામાં પુરતો સહયોગ આપે છે.

Read About Weather here

આ કામના નાણાં ભારત સરકારના અમૃત્તમ પ્રોજેકટસના છે. ભારત સરકારના નાણાંનો દુરપયોગ કરવાની સાજીશ રચનાર યશ ક્ધસ્ટ્રકશનને અપાયેલ વર્ક ઓર્ડર તાત્કાલીક રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. કામના નિમાયેલા ક્ધસલ્ટન્ટ મનીષ રૂપારેલીયાને પણ દુર કરવામાં આવે. ટેન્ડર પ્રક્રિયાની, ટેન્ડર ઓપનીંગની પ્રક્રિયાની અને 11 કરોડના ભ્રષ્ટાચારમાં સામેલ નગરપાલીકાના પ્રમુખ સામે અને સંબંધિત અધિકારીની સામે તટસ્થ તપાસ નિમિત્તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here