ખાનગી મેડિકલ કોલેજને 50 ટકા બેઠકો સરકારી ફી મુજબ અનામત રાખવાનો આદેશ

ખાનગી મેડિકલ કોલેજને 50 ટકા બેઠકો સરકારી ફી મુજબ અનામત રાખવાનો આદેશ
ખાનગી મેડિકલ કોલેજને 50 ટકા બેઠકો સરકારી ફી મુજબ અનામત રાખવાનો આદેશ

આવતા શૈક્ષણિક સત્રથી ખાનગી કોલેજોમાં 50 ટકા જેટલી સીટ માટે સરકારી જેટલી જ ફી લઇ શકાશે
નેશનલ મેડિકલ કમિશન દ્વારામહત્વની ગાઈડલાઈન્સ જાહેર: દેશના હજારો તબીબી વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ

ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાનું સામાન્ય પરિવારનાં સંતાન તો વિચારી પણ શકે નહીં એટલી ઉંચી ફી રાખવામાં આવે છે. પરંતુ હવે નેશનલ મેડિકલ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી ખૂબ જ સૂચક અને મહત્વપૂર્ણ ગાઈડલાઈન્સને કારણે મધ્યમ આવક ધરાવતા અને સામાન્ય આવક ધરાવતા પરિવારોનાં સંતાનો માટે પણ ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાનું આસાન બની જશે.

Visit Saurashtra Kranti Homepage here

ખાનગી મેડિકલ કોલેજોને 50 ટકા સીટ માટે સરકારી ધોરણ મુજબની અને એટલી જ ફી લેવાનો મેડિકલ કમિશને આદેશ આપ્યો છે. આવી દરેક ખાનગી મેડિકલ કોલેજમાં 50 ટકા જગ્યા પર અભ્યાસ માટે દાખલ થનાર વિદ્યાર્થી પાસેથી સરકારી ફી લેવાની રહેશે. હજારો વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાની સંભાવના ઉજળી બની છે. ખાનગી મેડિકલ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 50 ટકા બેઠક માટે સરકારી ધારાધોરણની ફી લેવાનો નિયમ આવતા શૈક્ષણિક વર્ષથી લાગુ થઇ જશે. તેમ સતાવાર સુત્રોએ જાહેર કર્યું હતું.

Read About Weather here

દરેક રાજ્યોએ એમની મેડિકલ કોલેજ અંગે ફી નિયમન સમિતિ મારફત ફીનાં નવા નિયમનો અમલ કરાવવાનો રહેશે. નિષ્ણાંત સમિતિનાં અહેવાલને આધારે નેશનલ મેડીકલ કમિશન દ્વારા ફીનાં નવા ધારાધોરણ નક્કી કરવામાં આવનાર છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થા કોઈપણ રૂપમાં કેપીટેશન ફી ઉઘરાવી શકશે નહીં. શિક્ષણ વ્યવસાય એ નફાખોરીનો ધંધો નથી. એ સૂત્ર મુજબ દરેક શિક્ષણ સંસ્થાઓ ચલાવવાની રહેશે. એટલે આવી દરેક સંસ્થાઓએ એમના સંચાલન, મેઈન્ટેનન્સ તમામનાં સહિત ખર્ચાને ફીમાં આવરી લેવાના રહેશે. કોઈપણ વધારાનો ખર્ચ કે ફીનાં નામે વધારાનાં ઉઘરાણા કરી શકાશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here